Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

જંકશન પ્‍લોટની ગરબીમાં સેવા આપતા

ભજનની દુનિયાના બેતાજ બાદશાહ અને મંજીરાના માણીગર ટપુભાઈ દેવામાનું નિધન

સાંજે ૫ વાગે સંતકબીર રોડ ખાતેથી સ્‍મશાનયાત્રા

રાજકોટઃ મંજીરાના માણીગર એવા ટપુભાઈ તુલસીભાઈ દેગામનું આજરોજ દુઃખદ અવસાન થયું છે. તેઓએ જંકશન પ્‍લોટની ગરબીમાં અનેક વર્ષો સેવા આપતા આજે સાંજે ૫ વાગે તેમના નિવાસસ્‍થાન સંતકબીર રોડ ખાતેથી સદ્દગતની સ્‍મશાનયાત્રા નિકળશે.

ભજનીક ટપુભાઈ દેગામા રાજકોટ આકાશવાણી રેડીયો સ્‍ટેશનના સ્‍ટાફ આટીસ્‍સ હતા. તેમનું ઉપનામ ‘‘મંજીરાના માણીગર'' તરીકે ઓળખાતા હતાં. સ્‍વ.જવાહારલાલ નહેરૂ (પૂર્વ વડાપ્રધાન) સામે તેઓ ખાસ આમંત્રણ દ્વારા મંઝીરા વગાડવાનો કાર્યક્રમ આપેલ હતો. તેઓ ડાયરાના કલાકારો સ્‍વ.નરાયણ સ્‍વામી, સ્‍વ.પ્રાણલાલ વ્‍યાસ બચુદાન ગઢવી, કાનદાસબાપુ આવા અનેક નામ કલાકારો સાથે ડાયરમાં મઝીરા વગાડવાનો અવસર પ્રાપ્‍ત થયો હતો.

તેઓ રાજકોટની સુપ્રસીધ્‍ધ પ્રથમ હરોળની ગરબી જંકશન પ્‍લોટ ખાતે તેઓ ડાયરેકટર તરીકે છેલ્લા ૫૨ વર્ષથી તેઓ સેવા આપતા હતા. શ્રી ટપુભાઈના ડાયરેશકન નીચે જંકશન પ્‍લોટની ગરબી ગુજરાતના ભરમાં નામ રોશન કર્યું હતું. જેમાં સોળંગા રસા તેઓ જન્‍મદાતા હતા. તેઓમાં કોળી જ્ઞાતીમાં જન્‍મ થયો હતો. પરંતુ સુર-તાલનું એના ઉપર ઈશ્વરી કૃપા હતી. સ્‍વ.ટપુભાઈને પૂર્વ મેયર અને નવરાત્રી મહોત્‍સવ મંડળ (જંકશન પ્‍લોટ) દ્વારા શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં અવેલ.

(4:35 pm IST)