Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

બાર એસો.દ્વારા સ્વ.એડવોકેટ મોહનભાઇ સાયાણીના સ્મરણાર્થે કાલે બ્લડ ડોનેશન કેમ્પ સાથે સન્માન કાર્યક્રમ

બીસીઆર અને બીસીજીમાં સભ્ય તરીકે નિમાયેલ દિલીપભાઇ પટેલ-હિતેષ દવે તેમજ તરણ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મેળવનાર રોહિત ધીઆનું સન્માન કરાશેઃ

રાજકોટ તા.૨૮: રાજકોટ બાર એશોસીએશન દ્વારા આયોજીત અને સિવિલ હોસ્પિટલના સહયોગથી ગરીબ દર્દીઓના લાભાર્થે તા.૨૯-૯-૨૦૧૮ના શનિવારના રોજ બાર એશોસીએશનના સીનીયર એડવોકેટ સ્વ. શ્રી મોહનભાઇ સી. સાયાણીના સ્મરણાર્થે બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન તથા બાર એશોસીએશનના સભ્યશ્રી દિલીપભાઇ પટેલની બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે તાજેતરમાં નિમણૂંક થયેલ છે તેમજ બારના સભ્ય શ્રી હિતેષભાઇ દવેની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમા કો-ઓપ્ટ મેમ્બર તરીકે નિમણૂંક થયેલ છે તેમજ બારના સભ્ય શ્રી રોહિતભાઇ ધીઆને તરણ સ્પર્ધામા સમગ્ર ગુજરાત રાજય કક્ષાએ ગોલ્ડ મેડલ મળેલ છે. આ ત્રણેય સભ્યશ્રીઓનું સન્માન રાજકોટ બાર એશોસીએશન દ્વારા કરવામાં આવનાર છે.

રાજકોટ બાર એશોસીએશન દ્વારા આગામી તા. ૨૯-૯-૨૦૧૮ના શનિવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી સાંજે પઃ૩૦ કલાક સુધી બાર એશોસીએશનના રૂમમાં બારના સિનીયર એડવોકેટ સ્વ.શ્રી મોહનભાઇ સી. સાયાણી(ભુતપુર્વ જિલ્લા સરકારી વકીલ અને પબ્લીક પોસીકયુટર તથા સીનીયર લીગલ એડવાઇઝર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાજકોટ બાર એશોસીએશન દ્વારા કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમનું ઉદ્દઘાટન પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી ગીતાબેન ગોપીના વરદ હસ્તે કરવામાં આવશે તથા સદરહું કાર્યક્રમના ઉદ્દઘાટનની સાથે-સાથે બાર એશોસીએશનના સભ્યશ્રી દિલીપભાઇ પટેલની બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે તાજેતરમાં નિમણૂંક થયેલ છે તેમજ બારના સભ્ય શ્રી હિતેષભાઇ દવેની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં કો-ઓપ્ટ મેમ્બર તરીકે નિમણૂંક થયેલ છે તેમજ બારના સભ્ય શ્રી રોહિતભાઇ ઘીઆને તરણ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજય કક્ષાએ ગોલ્ડ મેડલ મળેલ છે. આ ત્રણેય સભ્યશ્રીઓનું સન્માન રાજકોટ બાર એશોસીએશન દ્વારા કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં રાજકોટ બારના તમામ વકીલશ્રીઓએ સવારે ૧૦:૩૦ કલાકે હાજર રહેવા રાજકોટ બાર એશોસીએશન તરફથી ભાવભર્યુ આમંત્રણ છે અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુ ને વધુ વકીલશ્રીઓ, કોર્ટ કર્મચારીઓ, લો કોલેજના વિદ્યાર્થીઓ બ્લડ ડોેનેટ કરી આ ભગીરથ કાર્યમાં સહકાર આપવા વિનંતી છે તેવી રાજકોટ બાર એશોસીએશનના સેક્રેટરી દિલીપભાઇ જોષીની યાદીમાં જણાવાયું છે.

(4:34 pm IST)