Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રેલનગર ક્રિષ્ના પાર્કના વિશાલ સિંધીની હત્યામાં છ શખ્સોની ધરપકડ

પોપટપરાના સિંધીનું અઠવાડીયા પહેલા બાઇકમાં અપહરણ કરી મારમાર્યો'તોઃ પ્રનગર પોલીસે જીતેન્દ્ર ઉર્ફ જીતું, ચિરાગ, વિમલ ઉર્ફ પિન્ટુ, ઉર્ફ લંગડો, સુનીલ, પારસ અને ચીરાગને દબોચ્યા

રાજકોટ, તા.૨૮: અઠવાડીયા પહેલા ૧૭મીએ સાંજે રેલનગરના કિષ્ના પાર્કના સિંધી યુવાનને બેફામ મારમારી હત્યા નિપજાવવાના ગુન્હામાં પ્રનગર પોલીસે છ શખ્સોની ધરપકડ કરી છે. મળતી વિગત મુજબ પોપટપરા શેરી નં. ૬માં રહેતો વિપુલ વનરાજભાઇ વડેચા(ઉ.વ.૨૪) નામના કોળી યુવાન પર  અઠવાડીયા પહેલા બાઇક અથડાવા પ્રશ્ને રેલનગર કિષ્ના પાર્ક-૧માં રહેતા વિશાલ રાજેશભાઇ ટેકવાણી(ઉ.વ.૧૭)નામના સિંધી યુવાને કટરથી હુમલો કરતા તેનો ખાર રાખી વિપુલના ભાઇઓ જીતુ અને સુનીલે વિશાલનું બાઇકમાં અપહરણ કરી બેફામ મારમારી ફેંકી દીધો હતો. વિશાલનું ગત શનિવારે રાત્રે મધુરમ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિયજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ ગુનામાં ફરારબંને આરોપીઓને પોલીસ તાકીદે પકડી લે તેવી માંગણી સિંધી પરિવારે કરી હતી દરમ્યાન પ્રનગર પોલીસ મથકના પી.આઇ.બી.એમ. કાતરીયા, પી.એસ.આઇ. બી.જી ડાંગર તથા ડીસ્ટાફે સહિતના સ્ટાફે પોપટપરાના ૧૫ ખૂણે રહેતો જીતેન્દ્ર ઉર્ફે જીતુ વનરાજ વડેચા(ઉ.વ.૨૭), રેલનગર-૨ મકાન નં.૧૯નો ચિરાગ રમેશ ધોળકીયા (ઉ.વ.૨૨), પોપટપરા ૯/૧૫નો સુનિલ પ્રેમજી વડેચા(ઉ.વ૩૪), પારસ સંગ્રામ મુલાડીયા (ઉ.વ.૧૯) અને રેલનગર શ્રધ્ધા પાર્ક શેરી નં.૨ નો સિરાજ હનીફ જુણેની(ઉ.વ.૨૦)ને મોરબી રોડ બાયપાસથી પોપટપરા તરફ જવાના રસ્તેથી  ઝડપી લઇ છ એ શખ્સોની ધરપકડ કરી હતી.

(4:33 pm IST)