Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

હોટલ ફોર્ચ્યુનમાં ટીમ ઈન્ડિયા માટે વિશેષ સુવિધા

ખેલાડીઓના રૂમમાં ઈન હાઉસ ગેમ્સ, થીમ ડેકોરેશન, ડીઝાઈન બનાવી

રાજકોટ,તા.૨૮: રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાઈ રહ્યો છે. આગામી ૪ ઓકટોબરથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ખંઢેરીના મેદાનમાં ટેસ્ટમેચ જંગ ખેલાનાર છે. ત્યારે મેદાનમાં અને જયાં બન્ને ટીમને ઉતારો આપવામાં આવનાર છે તે હોટલમાં પણ તમામ તૈયારીઓ થઈ રહી છે.

ભારતની ટીમ હોટલ ફોર્ચ્યુન ખાતે ઉતરનાર છે ત્યારે વિરાટ માટે પ્રેસીડેન્સીલ સ્યુટ રૂમ બુક કરવામાં આવેલ છે. તેનો રૂમની અંદર બે રૂમ આવેલા છે અને રૂમમાં બેડરૂમ, ડાયનીંગરૂમ, કોન્ફરન્સ જેવી સુવિધાઓ આપવામાં આવી છે તેના રૂમમાં કોમ્પ્યુટરથી લાયફેકસને સાથે રાખી ૪૦ એમબીપીએસની નેટની સ્પીડ રાખવામાં આવી છે. આ ઉપરાંત રૂમ નોઈસપ્રફુ છે તેમાં બહારનો અવાજ અંદર આવી શકતો નથી. તેના રૂમ માટે અકે સ્પેશ્યલ બટલર પણ રાખવામાં આવેલ છે. વિરાટના રૂમમાં તેના જ ફોટા વાળા વિશાળ પીલો રાખવામાં આવ્યા છે.

 અન્ય ખેલાડીઓના રૂમ ની સુવિધા માં બધા રૂમની નેટ ની સ્પીડ ૨૦ એમબીપી એસની આપેલ છે અને બધા ના રૂમ સ્વિમિંગ પૂલ સાઈડ આપવામાં આવેલા છે. બધા પ્લેયર્સ માટે ટીમ રૂમની પણ વ્યવસ્થા હોટલ માં કરવામાં આવી છે આ ટીમ રૂમ માં ખેલાડીઓ માટે ઈન હોઉસે ગેમ્સ ની સુવિધા સાથે મોટી સ્ક્રીનમાં મેચ ની માજા મણિ શકે ત્યાં તે લોકો ના મોટા પોસ્ટર પણ લગાડવા માં આવ્યા છે અન ેસુવિધાને વધારવા માટે હાજી ભી તેના મેનુ થી લય રેસ્ટોરન્ટ ને થીમ ડેકોરેશન સાથે  સારી રીતે ડીઝાઈન કરવામાં આવી રાહ્યું છે.

(4:28 pm IST)