Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

અત્યાધૂનીક સુવિધાઓથી સજ્જ સેલસ હોસ્પીટલનો બીજા વર્ષમાં મંગલ પ્રવેશ

રાજકોટ તા ૨૮ : રૈયા રોડ,૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આવેલ 'સેલસ' હોસ્પીટલે એક વર્ષપૂર્ણ કર્યુ.એક વર્ષમાં ૨૦ થી વધુ વિના મૂલ્યે સર્વ રોગ નિદાનકેમ્પનું સોૈરાષ્ટ્રના વિવિધ ગામડાઓમાં આયોજનો કર્યા છે.

યુ.કે. થી માસ્ટર્સ એન્ડ હોસ્પીટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રાજકોટ ખાતે સેલ્સ હોસ્પીટલ શરૂ કરનાર ડો. ધવલ ગોંધાણીએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ હોસ્પીટલ્સ જેવી સારવાર સોૈરાષ્ટ્રના ગરીબ દર્દીઓનેઅહિં મળી રહે તેવી રીતે સેલસ હોસ્પીટલમાં સ્વાસ્થયપ્રદ સેવાઓ જેવીકે, સોૈરાષ્ટ્રનું એક માત્ર લેપ્રોસ્કોપી સીસ્ટમ સ્ટ્રાઇકર યુ.એસ.એ ૧૫૮૮ મશીન અને ફુલ બોડી એનાલીશીશ મશીન તેમજ સોૈરાષ્ટ્રમાં એક માત્ર હાડકાનાકેન્સરની સર્જરી લોકોને અંહિ ઉપલબ્ધ કરાવી છે. સર્વરોગ નિદાન જેમકે ન્યુરો, ઓર્થો, લેકોસ્કોપી અને જનરલ સર્જરી, ગેસ્ટ્રો,યુરો અનેઓન્કો (કેન્સર) ની સર્જરી એકજ સ્થળે ઉપલબ્ધ કરાવ્યા છે. રેડિયોલોજી અને પેથોલોજીની સેવાઓ, સોૈરાષ્ટ્રનું સોૈથી મોટુમોડયુલર ઓપરેશન થીયેટર તેમજ કલાસ ૧૦૦ લેમીનાર ફલો જેવા બેઓપરેશન થીયેટર, ૪૫૦ થી વધુ સર્જરી, ૫૪૦૦ દાખલ થયેલા દર્દીઓ અને ૩૬૦૦૦ થી વધુ દર્દીઓને તપાસી નિદાનકરી રોગમુકત કર્યા.

 ડો.હિમાંશુ કાનાણી, ડો સચીન ભિમાણી, ડો. વિ.બી. કાસુન્દ્રા, ડો.સાવન છાત્રોલા, ડો. બેન્જામીન પનારા, ડો. વિશાલ મેવા, ડો.જયદીપ ભિમાણી, ડો. વિકાસમટાઇ, ડો.પૂજા પટેલ જેવા નામાંકિત તબિબો અને સેલસના સમગ્ર સટાફે આ સેવા યજ્ઞમાં અસેવા આપી છે.

 

(4:09 pm IST)