Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

યુનિવર્સિટી પોલીસ મથકમાં પી.આઇ. આર.વાય. રાવલને લૂકઆઉટ ચાર્જ

અગાઉ પ્ર.નગરમાં પ્રશંસનીય ફરજ બજાવી ચુકયા છે

રાજકોટ તા. ૨૮: એસીબીમાંથી બદલી પામી રાજકોટ શહેરમાં મુકાયેલા પી.આઇ. આર. વાય. રાવલને આજે યુનિવર્સિટી પોલીસ મથકનો લૂકઆઉટ ચાર્જ સોંપાતા તેમણે ચાર્જ સંભાળી લીધો છે. યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. ડી. વી. દવે માંદગી સબબ લાંબી રજા પર હોવાથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આજે આર. વાય. રાવલને આ પોલીસ મથકનો ચાર્જ સોંપ્યો છે. શ્રી રાવલે અગાઉ રાજકોટ શહેરમાં જ પ્ર.નગર પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે અને બાદમાં પ્રમોશન મળતાં આ પોલીસ મથકમાં જ પી.આઇ. તરીકે પ્રશંસનીય કામગીરી કરી છે.

(4:00 pm IST)