Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

બેડીપરા નકલંક શેરીમાં ચિરાગ પ્રજાપતિ પર કાકા અને પિત્રાઇ ભાઇઓનો હુમલો

મકાનના વિવાદમાં ધોકા-ઢીકાપાટુનો માર માર્યાનું યુવાનનું કથન

રાજકોટ તા. ૨૮: બેડીપરા નકલંક શેરી નં. ૨૨માં રહેતાં અને સોની બજારની દૂકાનમાં નોકરી કરતાં ચિરાગ હેમતભાઇ સિતાપરા (ઉ.૨૯) નામના વરીયા પ્રજાપતિ યુવાનને તેના કાકા જીવરાજભાઇ નાગજીભાઇ સિતાપરા, તેના દિકરા ધર્મેશ તથા મોટા બાપુના દિકરાઓ વિમલ કાંતિભાઇ, વિજય કાંતિભાઇ સહિતે ઝઘડો કરી લાકડી અને ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.ચિરાગના કહેવા મુજબ મકાનની જગ્યા બાબતે લાંબા સમયથી માથાકુટ ચાલે છે અને કોર્ટ કેસ પણ અગાઉ થયો હતો. પોતાના કાયદેસરના હલણમાં પણ અડચણો ઉભી કરવામાં આવે છે. આ મામલે ચાલતાં મનદુઃખનો ખાર રાખી મારકુટ કરવામાં આવી હતી.

(3:27 pm IST)