Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ગોંડલ રોડ પરનાં વિશાળ વ્યાપારી સંકુલમાં પાર્કિંગ વ્યવસ્થાનો અભાવઃ રસ્તા પર ટ્રાફિક જામ

સમૃદ્ધિ ભવન પાસે તથા શેરીઓમાં આડે-ધડ પાર્કિંગથી કારખાનેદારો-રહેવાસીઓ ત્રસ્તઃ પગલા લેવા મ્યુ.કમિશનર અને પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટ તા.૨૭: શહરેનાં ગોંડલ રોડ ઉપર આવેલ વિશાળ વ્યાપારી સંકૂલમાં પાર્કિંગની વ્યવસ્થાનો અભાવ હોવાથી આ વિસ્તારમાં દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ રહયાની રજૂઆત વેપારીઓ દ્વારાા મ્યુ.કમિશનરને કરવામાં આવી છે.

આ રજૂઆતમાં વેપારીઓએ જણાવ્યું છે કે, ગોંડલ રોડ ઉપર ૫૦૦ ઓફીસો અને ૫૦૦ દૂકાનો ધરાવતું વિશાળ વ્યાપારી સંકુલ છે. પરંતુ તેમાં પાર્કિંગની અપુરતી વ્યવસ્થા હોવાથી મુલાકાતીઓ અને દુકાનદારો વગેરે રોડ ઉપર આડે-ધડ વાહનો પાર્કિંગ કરી દયે છે.

રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ વ્યાપારી સંકુલના ઓફીસધારકો ભકિતનગર સ્ટેશન પ્લોટની શેરી નં. ૬,૭,૮૯,૧૦, માં પોતાના વાહનો પાર્ક કરી જાય છે. જેના કારણે સવારે ૯ થી રાત્રે ૯ સુધી અહિના કારખાનેદારો અને લતાવાસીઓને ભારે ત્રાસ સહન કરવો પડે છે.

અગાઉ પોલીસે અહિં વાહન જપ્તીની ઝંુબેશ હાથ ધરી ત્યારે આ બાબતે કાનુની લડત શરૂ કરી દેવાઇ હતી. આમ હવે આ વિશાળ કોમ્પલેક્ષમાં પાર્કિંગના અભાવે વાહન પાર્કિંગની સમસ્યા વિકરાળ બની છે ત્યારે આ સંકુલમાં દુકાનોના બાંધકામ, સેલરપાર્કિંગ સહિતની બાબતોએ તપાસ હાથ ધરી પાર્કિંંગ વ્યવસ્થા કરવા કારખાનેદારોએ માંગ ઉઠાવી છે.(૧.૩૧)

(3:57 pm IST)