Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

વડલા ચોકમાં હિતેન્દ્રસિંહ ઝાલાની છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ;આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી ભક્તિનગર પોલીસ

 

રાજકોટ : સોમવારે રાત્રે ભકિતનગર સર્કલ પાસે ખાઉગલીમાં ઘનશ્યામનગરના ક્ષત્રિય યુવાન હિતેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા (ઉ.૨૩)નું બાઇક જંગલેશ્વરના મુસ્લિમ શખ્સ સરફરાજ ઉર્ફ  સૈફુડાના બાઇકની સામે આવી જતાં અથડાતાં રહી જતાં બોલાચાલી થઇ હતી. આ બનાવનો ખાર રાખી ગત સાંજે હિતેન્દ્રસિંહ સહકાર નગર રોડ વડલા ચોકમાં તેના ત્રણ મિત્રો સાથે બેઠો હતો ત્યારે જંગલેશ્વરના સરફરાઝ ઉર્ફ સૈફુડો અને તેના ત્રણ મિત્રોએ બૂલેટ, એકસેસ પર આવી આ હિતેન્દ્રસિંહને છરીના ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે બે શખ્સને સકંજામાં લઇ અન્ય બેની શોધખોળ શરૂ કરી હતી ત્યારે ભકિતનગર પોલીસે આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે

(11:43 pm IST)