Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

મોડીસાંજે રાજકોટમાં એક ઇંચ વરસાદ :ગોંડલ રોડ ચોકડી અને વેસ્ટ ઝોનમાં ધોધમાર એક ઇંચ ખાબક્યો

સેન્ટ્રલ ઝોન અને ઇસ્ટ ઝોનમાં બે કલાકમાં અડધો ઇંચ વરસાદ :નાનામવા ચોકડીએ અનરાધાર તૂટી પડ્યો

ફોટો મુકવારાજકોટ ;રાજકોટમાં સમી સાંજથી વાતાવરણમાં પલટોએ આવ્યો હતો આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા અને આકાશ એકરસ થતા વરસાદ જામ્યો હતો સમીસાંજથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો મોડીસાંજે 7-30 થી 9-30 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો મનપાના આંકડા મુજબ વેસ્ટ ઝોનમાં 25 મિમિ એટલે કે એક ઇંચ વરસાદ ખાબક્યો હતો જેમાં નાના મવા ચોકડીએ અનરાધાર વરસાદ વરસતા પાણી ભરાયા હતા જયારે સેન્ટ્રલ ઝોનમાં 17 મિમિ વરસાદ વરસ્યો હતો અને ઇસ્ટ ઝોનમાં 14 મિમિ એટલે કે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો રાજકોટમાં મોસમનો કુલ વરસાદ 41 ઇંચ થયો છે  

(10:05 pm IST)