Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

જમીન માપણીમાં રૂ. પ હજારની લાંચના છટકામાં રાજકોટના સર્વેયર અનીલભાઇ ચૌહાણ એસીબી છટકામાં સપડાયાઃ એસીબીના મદદનીશ નિયામક હિમાંશુ દોશી ટીમને વધુ એક સફળતા

રાજકોટ : એક જાગૃત ફરીયાદી દ્વારા રાજકોટ એસીબીનો સંપર્ક કરી પોતાના સાળાની જમીન માપણીના કામે ડીઆઇએલઆરની ઓફીસના સર્વે ભુવનનો સંપર્ક સાધતા આ કચેરી દ્વારા અરજી સંદર્ભે જમીન માપણી કરાવ્‍યા બાદ  જમીન માપણી શીટ માટે આ  પ્રકરણના આરોપી અનીલભાઇ ચૌહાણએ રૂ. પ૦૦૦ ની લાંચની માંગણી કરેલ, ફરીયાદી  લાંચની રકમ આપવા માગતા ન હોય ફરીયાદીની રજુઆતના આધારે એસીબી દ્વારા શારદાબાગ સામેના જાહેર રોડ પર લાંચનુ છટકુ ગોઠવી આરોપીને પ હજારની લાંચના છટકામા ઝડપાવી દીધેલ.

પોતાના હોદાનો દુરઉપયોગ કરી લાંચના ગુનાના આરોપી સામેનુ છટકું રાજકોટ શહેર એસીબી પો.સ્‍ટે.ના પીઆઇ એચ.એસ.આચાર્યા દ્વારા રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક હિમાંશુ પી. દોશીના સુપરવિઝનમાં ગોઠવ્‍યુ હતુ.  હિમાંશુ દોશી ટીમ દ્વારા વધુ એક સફળ છટકુ ગોઠવવામાં સફળતા સાંપડી છે.

(9:42 pm IST)