Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

રાજકોટમાં સમીસાંજે ધોધમાર વરસાદ :મવડી પ્લોટમાં અનરાધાર વરસાદથી રસ્તાઓ જળબંબોળ

નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા :રસ્તાઓમાં નદીઓ વહી : વાહન ચાલકો-રાહદારીઓને હાલાકી

રાજકોટ  : રાજકોટમાં સમીસાંજે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓમાં પાણી અફરી વળ્યાં હતા અને નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા શહેરના મવડી પ્લોટમાં ભારે વરસાદને કારણે જળબંબોળ જેવી સ્થિતિ સર્જાઈ હતી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે મવડી ચોકડીએ પાણી ભરાયા હતા અનરાધાર વરસાદને કારણે રસ્તાઓમાં નદીઓ વહી હતી લોકોએ વરસાદનો આનંદ માણ્યો હતો સાથે દુકાનદારો અને વેપારીઓએ પોતાના ઘરે જવાના સમયે વરસાદ ખાબકતા અને રસ્તાઓમાં નદીઓ વહેતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ( તસ્વીર સંદીપ બગથરીયા )

(9:23 pm IST)