Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

૩ ખાનગી શાળાઓ દ્વારા ખાનગી પ્રકાશનોના પુસ્તકો વેચવા સબબ ૨૫ હજારનો દંડ ફટકારતા જિલ્લા શિક્ષણાધિકારી

રાજકોટ, તા. ૨૮ : ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા નફાખોરીના ભાગરૂપે ખાનગી પ્રકાશનોના પુસ્તકો વેચવા સબબ દંડ ફટકારવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ રાજકોટની સેન્ટમેરી સ્કુલ, નેસ્ટ સ્કુલ અને વીરનગરની નાલંદા સ્કુલના પાઠ્યપુસ્તકોનું વેચાણ અને અન્ય ખાનગી પ્રકાશનોના પુસ્તક વેચવા સબબ ૨૦૧૪ની શિક્ષકોની કલમ હેઠળ રૂ.૨૫ હજારથી વધુ રકમનો દંડ ફટકારવામાં આવેલ છે.

(5:58 pm IST)