Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

રેસકોર્સ મેદાન ચોખ્ખુ ચણાક કરવા લોકલ સેલ્ફ ગર્વમેન્ટ ર૦૦ યુવાનો કામે લાગ્યા...

રાજકોટ :. રેસકોર્સ મેદાન ઉપર લોકમેળો યોજાયો...૧૧ લાખ લોકો પ દિ' માં ઉમટી પડયા... પરંતુ હવે ટનબંધ કચરો ઉપાડવા કલેકટર તંત્ર અને કોર્પોરેશન કવાયત હાથ ધરી છે. ડે.કલેકટરશ્રી ચૌહાણે પોતાની ટીમો ઉતારી સ્ટોલ ધારકોને ધડાધડ માલ ઉપાડવા અને મેળો ખાલી કરી દેવા ગઇકાલે જ જણાવી દીધુ હતું. તો કોર્પોરેશનના ડે. કમિશ્નર શ્રી ચેતન ગણાત્રાએ રપ૦ થી ૩૦૦ સફાઇ કામદાર - સ્વીપર મશીન તથા જેસીબી કામે લગાડી ટનબંધ કચરો ઉપાડવા, ગઇકાલે ટીમો કામે લાગી હતી. દરમિયાન આજે સવારથી સફાઇ કામદારોએ સાફ કરી નાખ્યા બાદ નાનો-નાનો કચરો ચોટેલા પ્લાસ્ટીક વિગેરે રહી ગયા હોય તે એક મહત્વની સંસ્થા ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગર્વમેન્ટના ર૦૦ યુવાનોએ સાફ કરવાનું બીડૂ ઝડપી મેદાનને ચોખ્ખુ ચણાક કરવા કામગીરી કરી હતી તે પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે, બીજી તસ્વીરમાં જીઇબીની ટીમો દ્વારા મેદાનમાં જે અન્ડર ગ્રાઉન્ડ કેબલ પથરાયો હતો તે કાઢવાની કામગીરી તથા કલેકટર તંત્રના આદેશો બાદ ૮૦ ટકા સ્ટોલ ખાલી થઇ ગયા. માલ ઉપાડી લેવાયો અને ૩ થી ૪ લાઇનો કલીયર કરી લેવાઇ તે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:55 pm IST)