Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

શ્રી ખોડીયાર મિત્ર મંડળ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડીએ ઉજવાયો નંદોત્સવ

રાજકોટઃ શ્રી ખોડીયાર મિત્ર મંડળ દ્વારા કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે બીએમડબલ્યુના શો રૂમ પાસે જન્માષ્ટમી નિમિતે ગોવર્ધન પર્વત અને લાલાના હિંચકા સહિતનું મનોહર સુશોભન કરવામાં આવેલ. જન્માષ્ટમીની રાત્રે સેંકડો લોકોની હાજરીમાં ગીત-સંગીતના સથવારે રાસોત્સવ વચ્ચે લાઈવ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. આયોજનને સફળ બનાવવા પ્રમુખ જીતુ મકવાણા ઉપરાંત સંજય ચાવડા, ચકાભાઈ જાદવ, સાગર પરમાર, દેવાભાઈ ભરવાડ, રાજુ બોરીચા, ભીમાભાઈ રબારી, સલીમ મુલતાણી, રણજીત ધામેચા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:53 pm IST)