Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

ગણેશ પંડાલના સ્થળોએ પેવીંગ બ્લોક નાખવા વિપક્ષ નેતાની માંગ

ગણેશ ઉત્સવ દરમિયાન ઘનીષ્ઠ સફાઇ-દવા છંકાવ જરૂરી : વશરામ સાગઠીયા

રાજકોટ તા.ર૮ : આગામી દિવસોમાં શ્રીગણેશ મહોત્સવ શરૂ થઇ રહેલ છે. ત્યારે દરેક વોર્ડમાં યોજાતા ગણપતી પંડલાના સ્થળે પેવિંગ બ્લોક નાંખવા ત્થા સાફ-સફાઇ અને દવા છંટકાવ કરાવવા વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયાએ મ્યુ. કમિશનરશ્રીને રજુઆત કરી છે.

આ રજુઆતમાં તેઓએ જણાવ્યું છેે કે હાલ વર્ષ ર૦૧૯ ભાદરવા માસમાં ગણપતિ ઉત્સવ સપ્ટેમ્બર માસમાં આવતા હોય તેમજ સમગ્ર રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં તમામ વોર્ડમાં અને લતે-લતે ચોકમાં સોસાયટીઓ વાઇઝ ગણપતિ મહોત્સવ કરવાનું જબરૂ આયોજન હોય છે.

રાજકોટની ધર્મ પ્રેમીજનતા જયારે ભગવાન શ્રીગણેશજીનું જન્મોત્સવ ઉજવતા હોય ત્યારે આગામી તા.ર થી ૧ર સપ્ટેમ્બર સુધી સમગ્ર રાજકોટ શહેરના તમામ વોર્ડમાં વિસ્તારોમાં આ ચાર દિવસોની અંદર સર્વે કરાવી નાના-મોટા બ્લોક ફીટીંગ કરાવી જરૂર પડે ત્યાં મેટલીંગ કામ કરાવી અને મેશનરી કામ કરાવી સાફ-સફાઇ થાય તેમજ હાલમાં રોગચાળાની દહેશત હોય સમગ્ર રાજકોટ શહેરમાં દવાઓનો છંટકાવ કરાવી લોકોના સારા આરોગ્ય માટે આરોગ્યલક્ષી પગલા અનેસ્વચ્છતા જળવાઇ રહે તેવા તાત્કાલીક પગલા ભરવા રજુઆત છે.

(4:26 pm IST)