Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

આવતા મહિનાથી મકાન વેરાના બાકીદારોની સાત મિલ્કતોની હરરાજીઃ કમિશ્નર પાનીનો આદેશ

રાજકોટ, તા. ૨૮ :. મ્યુ. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નો મિલ્કત વેરાનો ૩૦૦ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા આવતા મહિનાથી બાકી વેરો વસુલવા કડક કાર્યવાહી કરવામા આવનાર છે. જે અન્વયે આગામી તા. ૫ અને ૬ સપ્ટેમ્બરના રોજ સાત મિલ્કતોની હરરાજી કરવામાં આવશે.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરના વિવિધ આસામીઓને તેની મિલ્કત માટેના બીલો બજાવવામાં આવેલ છે. જે અન્વયે રકમ વસુલ ન આવતા નિયમ-૪૧ મુજબ માંગણા નોટીસ બજાવ્યા બાદ પણ રકમ વસુલ ન આવતા નિયમ ૪૨-૪૪-૪૫ મુજબ નામ સામે દર્શાવેલ મિલ્કત જપ્તી (ટાંચ)માં લીધેલ છે. આ અંગેની નોટીસ બજાવ્યાની મુદત વિતવા છતા મ્યુનિસિપલ કર, સફાઈ કર, શિક્ષણ ઉપકર, વ્યાજ નોટીસ ફીની રકમ ભરપાઈ ન કરતા જપ્તીમાં લીધેલ મિલ્કત નિયમ-૪૭ મુજબ હરરાજી કરવાનો મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા આદેશ કરવામાં આવેલ છે. જેમાં ડાયાભાઈ લક્ષ્મણભાઈ પટેલની હરભોલે એપાર્ટમેન્ટ (૨) સેકન્ડ ફલોર, હોલ ૧-યુનિ. રોડ રાજકોટનો રૂ. ૧,૨૭,૬૩૮નો તથા ભાનુમતી દેવરાજભાઈ, માલીનીબેન ભરતભાઈની દુકાન નં. ૨, ગ્રાઉન્ડ ફલોર, નિર્માણ એપાર્ટમેન્ટ, બેબી લેન્ડ હોસ્ટેલ રોડ, શ્રી ગુરૂવંદના પાર્કની સામે રાજકોટના રૂ. ૯૮,૦૮૩, ભાનુમતી દેવરાજભાઈ, માલીનીબેનની ફલેટ નં. ૧૦૧, ૧૦૨, ૨૦૧, ૩૦૧, ૪૦૧ નિર્માણ એપાર્ટમેન્ટ બેબી લેન્ડ હોસ્ટેલ રોડનો રૂ. ૫ લાખ સહિત કુલ ૭ લાખનો મિલ્કત વેરો વસુલવા તા. ૫ અને તા. ૬ના સ્થળ પર હરરાજી કરવામાં આવશે.(૨-૨૮)

(4:25 pm IST)