Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

ડો.હિરેન ઘેલાણીને એજ્યુકેશન આઈકોન એવોર્ડ

રાજકોટ : આઈઆઈટી પટણા દ્વારા એજ્યુકેશન આઈકોન એવોર્ડ ૨૦૧૯નું આયોજન થયુ હતું. જેમાં વિશ્વભરમાંથી જેનું મુખ્યત્વે પ્રદાન રહ્યુ હોય તેવી વિભૂતિઓ તથા વિવિધ દેશની પ્રખ્યાત હસ્તીઓએ હાજરી આપી હતી. શિક્ષણક્ષેત્રે  આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતા આ એવોર્ડની વિશેષતા એ હોઈ છે કે વિશ્વભરમાં દરેક દેશમાંથી ફકત ચાર ચુનંદા વ્યકિતની જ પસંદગી થાય છે અને ભારતમાંથી પણ ચાર વ્યકિતને જ પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના રાજકોટના કોર્પોરેટ લીડર ડો.હિરેન ઘેલાણીને 'બેસ્ટ કન્ટ્રીબ્યુશન ઈન એજ્યુકેશન કમીટી' કેટેગરીમાં ઈન્ટરનેશનલ એજ્યુકેશન આઈકોન એવોર્ડથી નવાજવામાં આવેલ. આર્જેન્ટીના રીપબ્લીકના એમ્બેસેડર શ્રી ડેનીઅલ છુબુરૂના હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા. ડો.હિરેન ઘેલાણી ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે. (મો.૯૯૯૮૦ ૯૨૯૭૦)

(4:23 pm IST)