Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા લોકમેળા-પ્રાઇવેટ મેળામાં સઘન ચેકીંગઃ અધધ ૯૦૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટઃ મહાનગર પાલીકાની આરોગ્ય શાખાના ફુડ વિભાગ દ્વારા મલ્હાર  લોકમેળા તથા ૬ પ્રાઇવેટ મેળામાં લોકોની સુખાકારી માટે અને જન આરોગ્ય હિતાર્થે તા. રર થી તા.ર૬ ઓગષ્ટ સુધી ફુડ વિભાગની પાંચ ટીમના  ર૦ કર્મચારીઓ દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવેલ હતી. મલ્હાર લોકમેળા તથા ૬ પ્રાઇવેટ મેળામાં ૧૭૮ ખાદ્ય સામગ્રીના સ્ટોલ ધારકોને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ટેમ્પરરી  ફુડ લાયસન્સ આપવામાં આવેલ હતા. દરેક ખાદ્ય સામગ્રી વેચાણકર્તા સ્ટોલ ધારકોને સ્થળ પર લેખીતમાં શું કરવુ અને શું ન કરવું તે અંગે જાણ કરેલ હતી. ફુડ વિભાગની ટીમ દ્વારા મેળામાં ખાણીપીણીના સ્ટોલનું ચેકીંગ હાથ ધરી વાસી ઘુઘરા, બટેટા, ટમેટા, કાકડી, મન્ચ્યુરીયન, ગુલ્ફી સહિત કુલ ૮૮૭ કિ.ગ્રા. વાસી-અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો. તેમજ  ૩૮૭ ફાકી તંબાકુનો નાશ કર્યો હતો.

ઉપરાંત આરોગ્ય દ્વારા લોકમેળામાં મેડીકલ ટીમ દ્વારા ર૩ સ્થળોને સ્થળ ઉપર પ્રાથમીક સારવાર પણ આપવામાં આવેલ છે.

વધુમાં માહીતી આપતા આરોગ્ય અધિકારી  ડો. પંકજ રાઠોડે ણાવેલ હતું કે રાજકોટ મહાનગર પાલીકાના ફુડ વિભાગની ટીમ દ્વારા પ્રાઇવેટ મેળામાં સઘન ચકાસણીની કામગીરી સતત ચાલુ રખાશે. તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના નિયમોનું પાલન ન કરનાર સામે નિયમોને આધીન કાર્યવાહી કરવામાં આવશે .(૪.૮)

(4:21 pm IST)