Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

શનિ-રવિ બ્યુટીબેલા એકસ્પો-૨૦૧૯

કાદંબરીદેવીજી, રીવાબા જાડેજા અને સાક્ષી ચૌહાણના હસ્તે દિપપ્રાગટ્યવિધિઃ જવેલરી એકિઝબિશન : એવોર્ડ પણ અપાશે : ફ્રી એન્ટ્રી

રાજકોટ, તા. ૨૮ : અહિંના કાલાવડ રોડ ઉપર જલારામ પેટ્રોલપંપની બાજુમાં આવેલ નોબલ હાઉસ ખાતે તા.૩૧ ઓગષ્ટ  અને તા.૧ સપ્ટેમ્બર (શનિ-રવિ)ના રોજ સવારે ૧૦ થી ૬ સુધી બ્યુટીબેલા એકસપો - ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ છે.

આ એકસપોનું શ્રીમતી કાદમ્બરીદેવીજી જાડેજા, રીવાબા જાડેજા અને લખનઉના મીસ સાક્ષી ચૌહાણના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. બ્યુટી પાર્લરને લગતી આઈટમો, જવેલરી વિ.ના સ્ટોલ રાખવામાં આવશે. ફેશન શો સાથે એવોર્ડ પણ આપવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા ચિરાગ વાઘેલા, પંકજ પટેલ, પારૂલબેન, કિરણભાઈ પટેલ, બોની પાડલીયા, ગૌરવ ધાબલીયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે મો.૭૬૯૮૬ ૬૬૮૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:20 pm IST)