Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

ઓલ ઇન્ડીયા ઉલેમા બોર્ડ (દિલ્હી) ની સૌરાષ્ટ્ર વિંગની રચના : રાજકોટમાં હોદ્દેદારો નિમાયા

રાજકોટઃ ભગવતીપરા ખાતે મદ્રાસાએ રજીવીઆ ફૈૈઝુલ કુઆર્ન ખાતે ઓલ ઇન્ડીયા ઉલેમા બોર્ડની સૌરાષ્ટ્રની રચના કરવામાં આવેલ હતી. તેમાં ઓલ ઇન્ડીયા ઉલેમા બોર્ડના હેલ્થ બોડીના નેશનલ પ્રેસીડેન્ટ શબાના સૈયદ કોલકતા નેશનલ સેક્રેટરી વારીસ અલી, અંસારી મુફીસ (નેશનલ વાઇસ પ્રેસીડેન્ટ), સજમાદ બોસ સેક્રેટરી, હારિફ જુબેર (અમદાવાદ જીબા પ્રેસીડેન્ટ) નીચે મુજબ નિમણુંક કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર પ્રમુખ તરીકે સૈયદ સીકંદરબાપુ કાદરી, સૌરાષ્ટ્ર સેક્રેટરી- ડો. રીજવાન થઇમ, રાજકોટ જીલ્લા પ્રમુખ હાજી અબ્રાહમ સૈયદભાઇ, રાજકોટના જિલ્લા ઉ.પ્રમુખ હાજી કાદરભાઇ જાફાઇ, રાજકોટ જીલ્લા સેક્રેટરી યુનુશભાઇ સુપાગુનીયા, રાજકોટ જિલ્લા સભ્ય : સલીમશા મોગલ, રાજકોટ જિલ્લા સ. મંઘરા તૌફીકભાઇ, રાજકોટ જીલ્લા સભ્ય સોરઠીયા હાલા સોહિલ, રાજકોટ જિલ્લા પ્રમુખ મહમદ કાસીમભાઇ (ધોરાજી) નિમણુંક કરાઇ છે.

રાજકોટ શહેર કોંગ્રેસ માઇનોરીટી પ્રમુખ યુનુશભાઇ જુણેજા, વા.ચેરમેન ઇમરાનભાઇ પરમાર, રાજકોટ  ડે. મેયર, અશ્વિનભાઇ મોલીયા, કોર્પોરેટર પરેશભાઇ પીપળીયા ભાજપ અગ્રણી દેવદાનભાઇ કુંગશીયા આરબ સમાજના અબુભાઇ જાબરી સુમરા, સલીમભાઇ જીવરાણીભાઇ, સમાજના યુસુફભાઇ એક બનો નેક બનોના હાજીભાઇ બુચક, જનજાગૃતિ અભિયાનના ઓસમાણભાઇ ગામેતી, કાલાવાડ મુસ્લીમ સમાજના પ્રમુખ ગફારભાઇ સમા, કોંગ્રેસ ભાષા-ભાષી સેલના જરારખાન હાજર રહ્યા હતા. ઓલ ઇન્ડીયા ઉલેમા બોર્ડના સૌરાષ્ટ્ર-રાજકોટ જીલ્લાના હોદ્દેદારો દરેક વર્ગના ગરીબ-નબળા વર્ગના વ્યકિતઓને જરૂરીયાત મુજબ સહયોગ આપશે. ગરીબ દર્દીઓ તેમજ ગરીબ વિદ્યાર્થીઓ તેમજ ગરીબ દીકરીઓ માટે સમુહ લગ્નો કરવાની નેમ છે. તેવું કાર્યક્રમમાં નકકી કરેલ હતું.

(4:20 pm IST)