Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

અપહરણ અને બળાત્કારના ગુનામાં ફરાર સુખો કુવાદરા પકડાયો

રાજકોટ તા. ર૮:  નવાગામ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના ગુન્હામાં ફરાર કોળી શખ્સને કુવાડવા રોડ પોલીસે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ નવાગામ વિસ્તારમાંથી સગીરાને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી ૧૬ વર્ષની સગીરાને ધંધુકાના તરાડી ગામનો સુખા ભુપત કુવાદરા ભગાડી જઇ બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી. દરમ્યાન પી.આઇ. એમ. આર. પરમારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. કે. ઝાલા, હેડ કોન્સ. હીતેષભાઇ ગઢવી, બુટાભાઇ ભરવાડ, હિમરાજસિંહ પરમાર, મનીષભાઇ ચાવડા, દેવેન્દ્રસિંહ, અજીતભાઇ લોખીલ તથા હરેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. હીતેષભાઇ અને હિમરાજસિંહ તથા દેવેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે ધંધુકાના તરાડીયાના સુખા ભુપત કુવાદરા (ઉ.વ. ર૮) ને પકડી લીધો હતો.

(4:14 pm IST)