Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

રોગચાળો વકર્યોઃ અઠવાડિયામાં તાવ-ઝાડા ઉલ્ટી-શરદીના ૩૫૦ કેસ

તંત્ર ઉંધા માથેઃ રોગચાળો કાબુમાં લેવા ૪પરર મકાનોમાં ફોગીંગ-મચ્છરના ઉપદ્રવ અંગે ૭૯ ને નોટીસોઃ ખાણી-પીણીના ર૬પ વેપારીઓને ત્યાંથી પ૭૧ કિલો અખાદ્ય ચીજોનો નાશ

રાજકોટ તા.ર૮ : સતત વરસાદી વાતાવરણ અને જન્માષ્ટમીના તહેવારોમાં આખાદ્ય સામગ્રીને કારણે શહેરમાં ઝાડા-ઉલ્ટી-તાવ-શરદી સહીતનો રોગ ચાળો વકર્યો છે. કેમકે છેલ્લા એક અઠવાડિયામાં રોગચાળામાં ૩પ૦ દર્દીઓ નોંધાયા છ.ે

આ અંગે મ્યુ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સતાવાર જાહેર કરેલી વિગતો મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન સામાન્ય તાવ-શરદીના ૧૬૮ દર્દીઓ, ઝાડા-ઉલ્ટીના ૧૩૮ દર્દીઓ, અન્ય તાવના ૩૮ દર્દીઓ ત્થા મરડાના ૬ અને કમળાના ર તેમજ મચ્છર જન્ય ડેંગ્યુના ર અને મેલેરિયાનો ૧ એમ કુલ ૩પર જેટલા દર્દીઓ આરોગ્ય વિભાગમાં નોંધાયાો છ.ે આ રોગચાળાને કાબુમાં આરોગ્ય તંત્ર દ્વારા મચ્છર નાબુદીમાં ૪પરર મકાનોના ફોગીંગ (ધુમાડો) કરાયેલ, ત્થા મચ્છરોનો ઉપદ્રવ ધરાવતી સ્કુલો, કોલેજો, હોટેલ, હોસ્પીટલ બાંધકામ સાઇટ વગેરેમાં ૭૯ નોટીસો આપેલ હતી ૩ર ખુલ્લા પાણીના તળાવડામાં દવા છંટકાવ કર્યો હતો તથા ર૭ર મકાન ધારકોને મચ્છરોના પોરા  મીસણ માટે ગપ્પી માછલીનું વિતરણ કરાયેલ.

જયારે ફુડ વિભાગના અધિકારીઓએ ખાણીપીણાના ર૬પ વેપારીઓને ત્યાંથી પ૭૧ કિલો અખાદ્ય ચીજોનો નાશ કર્યો હતો. અને ૪ર વેપારીઓને નોટીસો ફટકારી હતી.

ઉપરોકત તમામ કામગીરી મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનીધી પાનીની સુચના અનુસાર ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ઇસ્ટ ઝોન ડો. મનીષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન ડો.હિરેન વિસાણી, ડેઝીગ્નેટેડ ઓફીસર અમિત પંચાલ, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરિયા, ઇન્સ્પેકટરો ભરતભાઇ વ્યાસ, દિલીપદાન નાધું પીનાકીન પરમાર, તથા ફુડ ઇન્સ્પેકટરો ચન્દ્રાંત ડી.વાઘેલા, હિમાંશુ જી.મોલિયા, કૌશિક જે. સરવૈયા, કેતન એમ. રાઠોડ તેમજ રાજુલ આર.પરમાર દ્વારા કરવામાં આવેલ. હતી.(૬.ર૮)

(4:14 pm IST)