Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

કાલે ચૂંટણી પંચની વીસીઃ તમામ કલેકટરો-ડે.કલેકટરોને હાજર રહેવા આદેશોઃ ૧લી તારીખથી ડોર ટુ ડોર સર્વે

૧પ ઓકટોબરથી મતદાર યાદીમાં નામો ઉમેરવા-કમી-સુધારણા-સ્થળ ફેરફારના ફોર્મ ભરી શકાશે

રાજકોટ તા. ર૮ :.. આગામી ૧ લી સપ્ટેમ્બરથી રાજકોટ સહિત રાજયભરમાં  મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઇ રહયો છે, આ નવા આવી રહેલા કાર્યક્રમ સંદર્ભે આવતીકાલે બપોરે ૧ર વાગ્યે ચૂંટણી પંચે રાજયભરના કલેકટરો-ડે. કલેકટરો સાથે સ્પે. વીડીયો કોન્ફરન્સ યોજી છે, આ વીસીમાં તમામને હાજર રહેવા આદેશો થયા છે, કાલે વીસીમાં તમામ પ્રકારનું માર્ગદર્શન અપાશે.

 

દરમિયાન નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધાંધલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વીસી બાદ ૧ લી સપ્ટેમ્બરથી રાજકોટ શહેર-જીલ્લાના રર૪૦ બુથ-લેવલ ઓફીસરો પોતાના વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરશે, જરૂર પડયે ફોર્મ પણ ભરશે, કોઇ ક્ષતિઓ રહી ગઇ હોય તો ડાયરેકટ કોમ્પ્યુટરમાં જ સુધરી જશે.

શ્રી ધાંધલે ઉમેર્યુ હતું કે, આ પછી ૧પ ઓકટોબરથી દોઢ મહીનો એટલે કે ૩૦ નવેમ્બર સુધી લોકો મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી, સુધારણા, અને સ્થળ ફેરફાર  અંગે મામલતદાર કચેરીઓ ઉપર ફોર્મ નં. ૬, ૭, ૮, ૮-ક, વિગેરે ભરી શકશે, આ દોઢ મહીના દરમિયાન ર થી ૩ વખત દરેક રર૪૦ બૂથ ઉપર સવારે ૧૦ થી સાંજે ૬ સુધી સ્પે. ઝૂંબેશ પણ ફોર્મ ભરવા અંગે આપશે.

(4:14 pm IST)