Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

જુગારના ચાર દરોડામાં ૨૬ ઝડપાયા

જૂનો મોરબી રોડ કારખાનામાંથી ૬, અંકુર સોસાયટીમાંથી ૪, જમનાનગરમાંથી ૬, રાજદીપ સોસાયટીમાંથી ૧૦ ઝપટે ચડયા

રાજકોટ તા.૨૮: શહેરના અલગ અલગ ચાર સ્થળે પોલીસે બાતમીના આધારે દરોડા પાડી પતા ટીંચતા ૨૬ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનરઙ્ગઅજયકુમાર ચૌધરી તથા ડીસીપી રવીમોહન સૈની અને એસીપી એચ.એલ રાઠોડની સૂચનાથી બીડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી.જે.ફાર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ. ડામોર, તથા હેડકોન્સ વીરમભાઇ ધગલ, મોહસીન ખાન, મનોજભાઇ, એભલભાઇ, કેતનભાઇ કિરણભાઇ, હંસરાજભાઇ તથા મહેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે જૂનો મોરબી રોડ પર સત્યમ પાર્ક મેઇન રોડ પર આવેલા કારખાનામાં દરોડો પાડી જુગાર રમતા વિજય દેવચંદભાઇ સોલંકી (ઉ.વ.૩૮), જીજ્ઞેશ બાબુભાઇ વઘાસીયા (ઉ.વ.૩૨), જયંતી વલ્લભભાઇ સાવલીયા (ઉ.વ.૪૨), નૈમિષ પ્રવિણભાઇ તન્ના (ઉ.વ.૩૬), મહેશ ધીરૂભાઇ બોઘરા (ઉ.વ.૩૨)અને નિતેશ ગોબરભાઇ વસાણી (ઉ.વ.૪૦)ને પકડી લઇ રૂ.૨૭,૩૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે અન્ય દરોડામાં ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એન.સાંકળીયા, તથા હેડ કોન્સ વિક્રમભાઇ, રણજીતસિંહ, સલીમભાઇ, મહેન્દ્રસિંહ, દેવાભાઇ, મયુરસિંહ, ભાવેશભાઇ, વાલજીભાઇ,હિતેષભાઇ તથા રાજેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે વિક્રમભાઇ અને મયુરસિંહને મળેલી બાતમીના આધારે અંકુર સોસાયટી શેરી નં.૫ ભવાની ચોક પાસે ફીરોઝ કાસમભાઇ લીંગડીયા (ઉ.વ.૩૫)ના મકાનમાં દરોડો પાડી મકાન માલીક ફીરોઝ લીંગડીયા તથા કોઠારિયાગામ આશોપાલવ શેરી નં.૩નો કૈલાશ કાનજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૨), હરીધવા મેઇન રોડ ગ્રીનપાર્ક તથા સંજય કનુભાઇ ટીલાળા (ઉ.વ.૩૪)ને પકડી લઇ રૂ.૧૭,૮૫૦ની રોકડ કબ્જે કરી હતી. જયારે અન્ય દરોડામાં વિક્રમભાઇ તથા મયુરસિંહને મળેલી બાતમીના આધારે પીએસઆઇ સાકળીયા સહિતના સ્ટાફે જામનાનગર શેરી નં.૧મા ંરહેતા અલ્પેશ દેવજીભાઇ ટાંક (ઉ.વ.૪૨)ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાનમાલીક અલ્પેશ તથા સહકાર મેઇન રોડ પર જમનાનગર શેરી નં.૧નો ગૌરવ દેવજીભાઇ ટાંક (ઉ.વ.૩૩) કરણપરા શેરી નં.૨૮, શુભપુભા એપાર્ટમેન્ટમાં ફલેટ નં.૨૦૪નો રાજ જેરામભાઇ ગીડલાણી (ઉ.વ.૨૦), હરીધવા રોડ ન્યુ સભાષનગર શેરી નં.૩નો વિરેન્દ્ર દિનેશભાઇ સોલંકી (ઉ.વ.૩૨), દોઢસો ફુટ રોડ કૈલાશ પાર્ક શેરી નં.૩નો ભુપેન્દ્ર રસીકભાઇ કાવર (ઉ.વ.૩૨) અને સહકાર રોડ કલ્યાણનગર શેરી નં.૧નો દિપકભાઇ જીવાભાઇ સવસેટા (ઉ.વ.૪૦)નો જુગાર રમતા પકડી લઇ રૂ.૧૪૨૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.જયારે અન્ય દરોડામાં તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.એસ.વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.કે.રાજપુરોહીત, તથા જયંતીભાઇ, ધર્મરાજસિંહ, હર્ષરાજસિંહ, અને મનીષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે હર્ષરાજસિંહ અને મનીષભાઇને મળેલી બાતમીના આધારે ૪૦ ફુટ રોડ રાજદીપ સોસાયટી શેરી નં.૫માં દરોડો પાડી જુગાર રમતા નિકુંજ નરશીભાઇ દોંગા (ઉ.વ.૨૧) (રહે.દરેડગામ તા.જામનગર) રાજદીપ સોસાયટીના મુકેશ હરીભાઇ અંતસાયા (ઉ.૪૪), માટેલ સોસાયટીનો હાર્દિક મોહનભાઇ ચાવડા (ઉ.વ.૨૪),દીનેશ ચીમનભાઇ ચુડાસમા (ઉ.વ.૩૯), પુનીતભાઇ વૃંદાવન શેરી નં.૭નો આશીષ કાન્તીભાઇ જોષી (ઉ.વ.૪૯), પ્રકાશ લાભશંકર વ્યાસ (ઉ.વ.૫૪), મવડી ભકિતધામ શેરી નં.૧નો નંદુ દેવીદાસભાઇ પાટી (ઉ.વ.૨૧) બાલુ લીંબાભાઇ ગોંડલીયા (ઉ.વ.૩૨), ધરમનગર શેરી નં.૧ના સતીષ હસમુખભાઇ નીમાવત (ઉ.વ.૨૩) અને કોઠારિયા શકિતનગરનો પ્રવિણ ડાયાભાઇ ધામેસીયા (ઉ.વ.૪૫)ને પકડી લઇ રૂ.૭૪૯૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(4:19 pm IST)