Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

બીસન સીરામીક પેઢીના ભાગીદારો સામે ચેક પાછો ફરતા કોર્ટમાં ફરિયાદ

રાજકોટ, તા. ૨૮ :. અત્રે બીસન સીરામીક ભાગીદારી પેઢી, રોહિતભાઈ ચતુરભાઈ હાલપરા વિગેરે બધા ઠે. સર્વે નં. ૯૪૪ પૈકી ૧, બીસન સીરામીક લઘધીરપુર રોડ, પીપીડબલ્યુ, મોરબીવાળા સામે મોરબી કોર્ટમાં ચેક રીટર્ન થયા અંગેની ફરીયાદ શ્રી અનુરાધા ઓઈલ ભાગીદારી પેઢીના ભાગીદાર દરજ્જે નિતેશભાઈ બાલજીભાઈ ભાલોડીયાએ દાખલ કરેલ હોય ફરીયાદ રજીસ્ટરે લઈ આરોપી સામે સમન્સ ઈશ્યુ કરવાનો કોર્ટે હુકમ કરેલ છે.

આ કેસની ટૂંકમાં હકીકત એવા પ્રકારની છે કે ફરીયાદી તમો તથા તહોમતદાર સાથે વેપારી સબંધો હોવાના નાતે તમોને ઈનવોઈસ નં. ૦૪ ના બીલ, તા. ૩૧-૦૭-૧૮થી રકમ રૂ. ૨,૮૪,૯૭૦ અંકે રૂપિયા બે લાખ ચોર્યાસી હજાર નવસો સીતેર પુરા મોકલાવેલ છે. જે માલ તમોને ઉપરોકત સરનામે મળી ગયેલ છે. જેમાંથી તમોએ અંકે રૂ. ૧,૦૦,૦૦૦ પુરા ચુકવી આપેલ અને બાકીની રકમ પૈકી અમો ફરીયાદીને રોકડા આપવાના બદલે એકાઉન્ટ પેઈનો ચેક ઈન્ડીયન ઓવરસીઝ બેંક, મોરબી શાખાનો એકાઉન્ટ પેઈનો ચેક રૂ. ૧,૮૪,૯૭૦ અંકે રૂપિયા એક લાખ ચોર્યાસી હજાર નવસો સીતેર પુરાનો આપેલ છે.

ફરીયાદીએ એચ.ડી.એફ.સી. બેંક મોરબી શાખામાં રજુ કરતા સદરહુ ચેક 'એકસીડસ એરેન્જમેન્ટસ' ના શેરા સાથે તા. ૪-૨-૨૦૧૯ના રોજ રીટર્ન થયેલ જેની જાણ અમો ફરીયાદીને અમારી બેંક દ્વારા કરેલ. ત્યાર બાદ ફરીયાદીએ કાયદાની જોગવાઈ મુજબની ડીમાન્ડ નોટીસ પણ મોકલાવેલ જે નોટીસ તેમને મળી ગયેલ હોવા છતાં તેમને રકમ ચુકવી નહી કે ચુકવવાની દરકાર પણ કરેલ નથી. જેથી ફરીયાદીએ મોરબી કોર્ટમાં ચેક રીટર્ન અંગેની ફરીયાદ નામદાર કોર્ટમાં કરેલ છે. આ ફરીયાદના અનુસંધાને અદાલતે શ્રી અનુરાધા ઓઈલ ભાગીદારી પેઢીના ભાગીદાર દરજ્જે શ્રી નિતેશભાઈ બાલજીભાઈ ભાલોડીયાની ફરીયાદ રજીસ્ટરે લઈ તહોમતદાર બીસન સીરામીક ભાગીદારી પેઢી તથા તેમના ભાગીદારો સામે સમન્સ કાઢી કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કરેલ છે. આ કામમાં ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ શ્રી રાકેશ ટી. કોઠીયા, નમીતા આર. કોઠીયા, નિશાંત ગોસ્વામી, શૈલેષ મુંગલપરા તથા ભાવિક મેતા રોકાયેલા હતા.(૨-૨૩)

(4:11 pm IST)