Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

સરગમ સંગાથે સભ્યો અને મહાનુભાવોએ માણ્યો રશિયાનો રમણીય પ્રવાસ

રાજકોટ : વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સરગમ કલબ દ્વારા સભ્યો માટે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રશિયાના રમણીય પ્રવાસનું આયોજન કરાયુ હતુ. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ૮૦ જેટલા અગ્રણીઓ આ પ્રવાસમાં સાથે જોડાયા હતા. ૧૦ દિવસની આ સહેલગાહમાં મોસ્કો, સુઝદાલ, સેન્ટ પિટસબર્ગ, ક્રીમલીન, વ્લાદિમીર સહીતના શહેરોની મુલાકાત લેવાઇ હતી. રશિયાની આ ટુરમાં ભાજપ અગ્રણી રમેશભાઇ રૂપાપરા, માજી મંત્રી ઉમેશભાઇ રાજયગુરૂ, સરગમ સલાહકાર સમિતિના જયોતિબેન રાજયગુરૂ, રૂડાના પૂર્વ ચેરમેન કશ્યપભાઇ શુકલ, ગુજરાત ભાજપના અગ્રણી અને લોહાણા સમાજના આગેવાન કાશ્મીરાબેન નથવાણી, બિઝનેસમેન એમ. જે. સોલંકી, બાલાજી વેફર્સ ગ્રુપના ભીખાલાલ વિરાણી, ચંદુભાઇ વિરાણી, ડેકોરા ગ્રુપના જમનભાઇ પટેલ, વરમોરા ગ્રુપના રમણભાઇ વરમોરા, મગનભાઇ સાનેપરા, એન્જલ ગ્રુપના શિવલાલભાઇ આદ્રોજા, અગ્રણી બિલ્ડરો મનોજભાઇ માલાણી, સમીરભાઇ પટેલ, જય સીયારામ પેંડાવાળા ગ્રુપના રઘુનંદનભાઇ સેજપાલ, જયશ્રીબેન સેજપાલ, સીટી ન્યુઝ ચેનલના સંચાલક નીતિનભાઇ નથવાણી, સોની સમાજના અગ્રણી વિનુભાઇ પારેખ, રાજકોટ ડીસ્ટ્રીકટ ફુટબોલ એસો.ના મંત્રી રોહિતભાઇ બુંદેલા, અગ્રણી ઉદ્યોગપતિ નરેશભાઇ લોટીયા, ઉદ્યોગપતિ હરકાન્તભાઇ કિયાડા, શૈલેષભાઇ માઉ, જૈન સમાજના અગ્રણી પ્રવિણભાઇ કોઠારી, ઉદ્યોગપતિ શૈલેષકુમાર હિરપરા, સરગમ લેડીસ કલબના રેશ્માબેન સોલંકી, ભાવનાબેન માવાણી વગેરે સાથે જોડાયા હતા. દેશ-વિદેશની દુનિયા માણવા યોજાયેલ આ પારિવારિક પ્રવાસમાં સરગમી સભ્યોએ બુલેટ ટ્રેન, રશિયન સર્કસ, મિલિટરી ટુર જેવા આકર્ષણો ઉપરાંત બેઝિલ આઇલેન્ડ, ઇસબ કેથેડ્રલ, પેલેસ સ્કવેર, આર્ટ સ્કવેર, વિશ્વનું બીજા નંબરનું મોટુ હર્મીતેજ મ્યુઝિયમ, પીટર હોફ પેલેસ, રેડિશન ક્રુઝ, ગોલ્ડન ગેટ આર્કિટકચર જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. તે સમયની રોમાંચક તસ્વીરો અહીં નજરે પડ ેછે. (૧૬.૧)

(4:10 pm IST)