Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

રાહુલ ગુપ્તા, માંકડિયા, ગાંધી, ઉપાધ્યાય સહિત ૧૫ સનદી અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલ

રાજકોટ તા. ર૮ : રાજય સરકારે ર૦૦૪ ની બેચના આઇ.એ.એસ.કેડરના ૧પ અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી આપી છે. તેઓ હવે અધિક સચિવમાંથી સચિવ કક્ષાના અધિકારી થયા છે.

બઢતી મેળવનારા અધિકારીઓમાં રાજકોટ કલેકટર રાહુલ ગુપ્તા, એમ.જી.વી.સી.એલ.ના એમ.ડી.રાજેશ માંજુ, અમદાવાદના ડે. મ્યુ.કમિશનર રાકેશ શંકર, સામાન્ય વહીવટના અધિક સચિવ કે.ડી.કાપડિયા સ્પીપાના નાયબ નિયામક કે.એમ.ભીમજીયાણી, અધિક ગ્રામ વિકાસ કમિશનર એમ.જે.ઠકકર, મોરબીના કલેકટર આર.જે. માકડિયા, સ્ટેમ્પ ડયુટી અધિક્ષક ડી.જી.પટેલ ગુડાના સી.ઇ.ઓ.જી.સી. બ્રહ્મભટ્ટ, ચૂંટણી પંચના એસ.એમ.પટેલ, ભાવનગરના મ્યુ.કમિશનર એમ.એ.ગાંધી, સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર એન.બી. ઉપાધ્યાય, લાંબી તાલીમ માટે ગુજરાત બહાર રહેલા મનીષ ચંદ્રા, રાજેન્દ્રકુમાર અને રાજકુમાર બેનીવાલનોસમાવેશ થાય છે.

(4:09 pm IST)