Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

સર્વેશ્વર ચોકમાં લાલ બાગ ચા રાજા બિરાજશે : ૧૧ ફૂટની મૂર્તિ

વિશાળ પટાંગણમાં ગામઠી થીમ આકર્ષણ જમાવશે : સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન : સત્યનારાયણ કથા - વૃદ્ધાશ્રમના વડીલોને ભાવતા ભોજનીયા કરાવાશે - નૃત્ય સ્પર્ધા - હાસ્ય દરબાર - રકતદાન કેમ્પ - શ્રીનાથજીની ઝાંખી - અન્નકુટ દર્શન સહિત દરરોજ ધાર્મિક કાર્યક્રમો

રાજકોટ, તા. ૨૮ : શ્રાવણ માસ પૂર્ણતાના આરે છે. ગણપતિદાદાની સવારી આવી રહી છે. શહેરભરમાં ગણેશોત્સવના આયોજનો થઈ રહ્યા છે ત્યારે ડો.યાજ્ઞિક રોડ ઉપર જાગનાથ મંદિરની સામે સર્વેશ્વર ચોકમાં ગણેશ મહોત્સવનું આયોજન થયુ છે. ગામઠી થીમ બનાવવામાં આવશે. જયાં લાલ બાગ ચા રાજા ફેઈમ ગણપતિદાદાની મૂર્તિ બિરાજશે. દસેય દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે સત્યનારાયણ કથા, વૃદ્ધાશ્રમોના વડીલોને ભોજન કરાવાશે. રકતદાન કેમ્પ, હાસ્ય દરબાર સહિતના કાર્યક્રમો યોજાશે.

સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ગણેશ મહોત્સવ - ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.૨-૯ના રોજ ગણેશની સ્થાપનાથી લઈ તા.૧૨-૯ના રોજ ગણેશ વિસર્જન સુધી ચાલુ રહેશે. વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિ માટીની બનાવેલ છે. સમગ્ર ચોકમાં સ્વચ્છતા રાખવામાં આવેલ છે. જે 'ગ્રીન ગણેશ - કલીન ગણેશ'ની હરીફાઈમાં ગયા વર્ષે પ્રથમ સ્થાન મળેલ હતું.

તા.૨ સપ્ટેમ્બરથી તા.૧૨ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તા.૫ના રોજ ગુણવંત ચુડાસમાનો હાસ્ય દરબાર તા.૭ના રોજ આસીફ જેરીયા તથા પંકજ શેઠ પ્રસ્તુત 'શ્રીનાથજીની ઝાંખી' તા.૮ના રોજ નાટક 'મા - બાપને ભુલશો નહિં' તા.૯ના રોજ ધીરૂભાઈ સરવૈયા હાસ્ય સમ્રાટ દ્વારા હસાયરો તથા તા.૧૯ના રોજ વડોદરાના ખ્યાતનામ કલાકારો દ્વારા તેમજ પરેશભાઈ પોપટ દ્વારા શ્રી દિપકભાઈ જોષી, તેજસભાઈ શીશાંગીયા, હેમંતભાઈ જોષી, અમીબેન ગોસાઈ દ્વારા શીવ તાંડવનું આયોજન કરવામાં આવેલ છે. દરેક વૃદ્ધાશ્રમના વડીલોને તેમનું ભાવતુ ભોજન જમાડી તેમને જરૂરી ગીફટ આપવામાં આવે છે તથા ઘણા બધા જરૂરીયાતમંદ લોકોને જરૂરત મુજબની સહાય તેમજ રકતદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ છે. ભાવિકોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં ટ્રસ્ટના આગેવાનો સર્વશ્રી કેતન સાપરીયા (મો.૯૮૨૫૮ ૨૦૫૨૩), દિલીપસિંહ (મો.૯૮૨૫૩ ૧૭૨૧૭), અતુલ કોઠારી, અનિલ તન્ના, વિપુલ ગોહેલ, સમીરભાઈ દોશી, અલાઉદ્દીન, દિનેશભાઈ ભુત, જતીન માનસતા (મો.૯૮૨૪૨ ૧૪૨૨૨), હિતેષભાઈ મહેતા, ભરત દોશી (મો.૯૮૨૫૨ ૧૧૯૩૮ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:09 pm IST)