Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

રવિવારે રાજકોટમાં ગુજરાત કક્ષાની મેમરી સ્પર્ધા

મેહુલ શિહોરાના નેતૃત્વમાં માઇન્ડવાઇઝ કમ્પની દ્વારા આયોજન : વિજેતાને ટ્રોફી મેડલ

રાજકોટ તા. ૨૮ : માઇન્ડવાઇઝ કંપની દ્વારા વિદ્યાર્થી ડેવલોપમેન્ટ માટે છેલ્લા સાડા પાંચ વર્ષથી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ગુજરાત કક્ષાની મેમરી ચેમ્પીયનશીપ આગામી તા. ૧ ના રવિવારે રાજકોટ ખાતે આયોજીત કરવામાં આવી છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મેહુલ શિહોરાએ જણાવ્યુ હતુ કેે માઇન્ડ વાઇઝ દ્વારા અત્યાર સુધીમાં ર૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને મેમરી તાલીમ અપાઇ છે. અમદાવાદ, સુરત, વડોદરા, લીંબડી, અમરેલી, જસદણ સહીતના શહેરો ઘુમી વળી ત્યાની શાળાઓમાં વર્કશોપ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા બે વર્ષની મેમરી ચેમ્પીયનશીપ ઓર્ગેનાઇઝ થઇ રહી હોય તેના ભાગરૂપે આ વર્ષે રાજકોટમાં ગુજરાત કક્ષાની મેમરી ચેમ્પીયનશીપ યોજવામાં આવી છે.

ક્રિષ્ના પાર્ક રીસોર્ટ, ગોંડલ ચોકડી પાસે તા. ૧ ના સવારે ૮ થી ૯ ઉદ્દઘાટન સમારોહ અને સાંજે ૬ થી ૯ એવોર્ડ સમારોહ યોજાશે.

આ ચેમ્પીયનશીપમાં કુલ ૧૦ ઇવેન્ટ ગોઠવવામાં આવશે. છેલ્લે પ્રથમ ત્રણ વિજેતા જાહેર કરી એવોર્ડ, ટ્રોફી અને મેડલ અપાશે.

સમગ્ર આયોજન માટે નેશનલ રેફરન્સ કો. ડો. અલ્કાબેન માંકડનું માર્ગદર્શન અને સહયોગ મળેલ છે. વધુ માહીતી માટે મો.૯૭૨૫૯ ૯૪૬૭૫ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મેહુલ શિહોરા અને ડો. અલ્કાબેન માંકડ નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી) (૧૬.૬)

(4:08 pm IST)