Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

અર્ધા રાજકોટમાં ધડાધડ વરસાદઃ સદર-કલેકટર કચેરી-જંકશન વિસ્તાર કોરાધાકોડ

રાજકોટઃ આજે બપોરે ૧ર વાગ્યાની આસપાસ અડધા રાજકોટમાં એટલે કે દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં ધડાધડ વરસાદ તૂટી પડયો હતો, અને અમુક લેવલે પાણી પણ ભરાયા હતા, જયારે સદર-કલેકટર કચેરી-જંકશન-ગાયકવાડી સહિતના એટલે કે ઉતર ક્ષેત્રના અમુક વિસ્તારો કોરા ધાકોડ રહ્યા હતા, તસ્વીરમાં લક્ષ્મીનગરના નાલામાં એક ઝાપટામાં ભરાઇ ગયેલા પાણી નજરે પડે છે. સ્કૂલો છુટવા સમયે મેઘરાજા તૂટી પડતા બાળકો હેરાન થયા હતા. લોકોએ ફરજીયાત છત્રીનો સહારો લેવો પડયો હતો, તો ૧પ૦ ફુટ રીંગ રોડ, બીઆરટીએસ રૂટ, મવડી ચોકડી, લક્ષ્મીનગર, મવડી, સોરઠીયાવાડી, ૧પ૦ ફુટ રીંગ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવાડ રોડ, વિગેરે વિસ્તારમાં વરસાદ તૂટી પડતા થોડા થોડા પાણી ભરાયા હતા તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 

(4:07 pm IST)