Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

લોકમેળાનું સમાપનઃ અધિકારીઓને હાશકારો

કોઇ ઘટના નહિ બનતા કલેકટર પોલીસ કમીશનર મ્યુ. કમીશ્નરે રાહતનો શ્વાસ લીધોઃમેળાના મેદાનમાં કા : સવારથી કોર્પોરેશન તૂટી પડયું :સ્ટોલો ખાલી કરાવતા ભાગાભાગી થઇ પડીઃ પાંચ દિ'માં ૧૦II લાખ લોકો ઉમટી પડયા : રાઇડોવાળા -આઇસ્કીમ-રમકડાના સ્ટોલ ધારકોને તડાકો બોલી ગયો લાખોની કમાણીઃ લોકો ૧ કરોડનો આઇસ્કીમ ઝાપટી ગયાઃ અમુક સ્ટોલમાં બેફામ ભાવની બૂમો ઉઠી

રાજકોટ તા ૨૮  : રેસકોર્ષ મેદાનમાં કલેકટર તંત્ર દ્વારા સોૈરાષ્ટ્ર-કચ્છનો સોૈથી મોટો મલ્હારમેળો  યોજાયો હતો. અદ્ભૂત આયોજન હતું, ખાણીપીણી, અવનવી રાઇકડો, મોતના કુવા, ફજતફાળકા, નાની મોટી ચકરડી, અવનવા રમકડા, ઇલેકટ્રોનીક આઇટમો, ગૃહ ઉપયોગી વસ્તુઓ, હેન્ડી ક્રાફટ, આઇસ્ક્રીમ અને મોતના કુવાના થઇને કુલ ૩૩૮ સ્ટોલ હતા, મેળો ભરચક્ક હતો, ડેકોરેશન અને સુશોભીત લાઇટોથી મેળો પાંચદિ' શોભી રહયો હતો, સોમવારેે રાત્રે ૧૨ વાગ્યે લોકમેળાનું સંમાપન્ન થયું અને મેળાનો પાંચ દિ'માં ૧૦।। થી ૧૧ લાખ લોકોએ ભરપુર લાભ લઇ આનંદના મહાસાગરમાં ડુબી ગયા હતા.

ખાસ કરીને આઠમના દિવસે અને નોમ રવિવારના દિવસે સવારે ૧૦ થી રાત્રીના ૧૨ સુધી ચિક્કાર પબ્લીક ઉમટી પડી હતી, સવારથી સાંજ સુધી ગ્રામ્ય પ્રજા તથા રાજકોટના દુર દુરના વિસ્તારના અબાલ-વૃધ્ધ-પરીવાર સાથે મોજ માણવા આવ્યા અને રાત્રે ૮ થી ૧૨માં રાજકોટની રંગીલી પ્રજા ઉમટી પડી હતી.

સતત પાંચ દિ' જબરી ભીડ જામી, પરંતું કોઇ ગંભીર ઘટના નહીં બનતા, રાઇડો તમામ સલામત રહેતા, કલેકટર, પોલીસ કમીશ્નર અને તેમના તંત્રોએ ગઇકાલે રાત્રે ૧૨ વાગ્યા બાદ રાહતનો શ્વાસ લીધો હતો.

મેળામાં રોજનો૧૫ ટન કચરાથી એવરેજ જોતા પાંચદિ'માં ૭૫ થી ૮૦ ટન કચરો સફાઇ કામદારો દ્વારા ઉપાડાયો હતો.

આ વખતે એકપણ દિવસ મેઘરાજાએ ધીમી ધારે કે જોરદાર બેટીંગ નહીં કરતા પ્રજાને મેળામાં મહાલવાની મોજ પડી ગઇ હતી, તો સ્ટોલ ધારકોને બખ્ખા થઇ ગયા  હતા , રાઇડ માલીકો રૂા ૩૦ની ટીકીટ સાથે લાખો કમાયા હતા, આઇસક્રીમ સ્ટોલના ધંધાર્થીઓએ પાંચ દિ'માં ૧ કરોડ ઉપરનો આઇસ્ક્રીમ વેંચી નાખ્યો હતો. રમકડાના સ્ટોલ ધારકોને પણ બખ્ખા થઇ ગયા હતા. ખાસ કરીને ૫૦ ટકા રમકડા ચાઇનીઝ બનાવટના, અને દિલ્હીથી આવ્યા હોય, બાળકોમાં વિશેષ આકર્ષણ બની રહયું હતું.

જો,કે આઇસ્ક્રીમના અમુક ધંધાર્થીઓ દ્વારા તથા અમુક રાઇડ માલીકો દ્વારા વધુ ભાવો પડાવાતા હોવાની બુમો ઉઠી હતી. ખુલ્લે આમ લૂંટ ચલાવાતી હોવાના આક્ષેપો લોકોએ કર્યા હતા. દરમિયાન મેળાના સમાપન બાદ આજે સવારે કોર્પોરેશન અને પોલીસ તંત્રે સ્ટોલ ખાલી કરાવતા અને કહેવાતું આકરૂ વલણ અપનાવતા સ્ટોલધારકોને અને સસ્તામાં ચીજવસ્તુઓ લાવનારને ભાગાભાગી થઇ પડી હતી, આ ભાગવામાં મેળાની બહાર રોડ ઉપર એક સ્કુટર સાથે બે લોકોને અકસ્માત નડયો હતો, અમુક લોકો ના હાથમાં જે વસ્તુ આવી તે લઇને રેસકોર્ષ રીંગ રોડ, શ્રોફરોડ, ઉપર ભાગતા નજરે પડયા હતા. કોર્પોરેશન તો રીતસર તૂટી પડયાની બુમો ઉઠી હતી.

(4:03 pm IST)