Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

હવે લોકમેળો સ્માર્ટસીટીના અટલ સરોવર પાસે યોજવા નિર્દેશ

મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણી અને મેયર બીનાબેન આચાર્ય વચ્ચે થયેલી ચર્ચા બાદઃ હાલના રેસકોર્ષ મેદાનમાં મેળાના આયોજનથી ટ્રાફીક-ગંદકી, બગીચાને નુકશાન સહીતની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર ગંભીરઃ બીજા રીંગ રોડને લાગુ વિશાળ મેદાનમાં જરૂરી સુવિધા ઉભી કરી જન્માષ્ટમીનો મેળો યોજી શકાયઃ મ્યુ. કોર્પોરેશન ન્યુ રેસકોર્ષ સુધી ખાસ સીટી બસ દોડાવશે

રાજકોટ તા. ર૮ : આવતા વર્ષ રાજકોટનો જન્માષ્ટમીનો લોકમેળો શહેરના નવ નિર્મત થઇ રહેલ  રૈયા સ્માર્ટ સીટીમાં આવેલ અટલ સરોવર પાસે યોજવાના નિર્દેશો મળી રહ્યા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ મલ્હાર મેળાના ઉદ્દઘાટન માટે આવેલા રાજયના મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીએ લોકમેળા માટે રેસકોર્ષ મેદાન ટુંક પડી રહ્યુ હોવાનો અને હવે રંગીલા રાજકોટવાસીઓ માટે સ્માર્ટ સીટીના ન્યુ. રેસકોર્ષ વિસ્તારમાં અટલ સરોવર પાસેની વિશાળ જગ્યામાં જન્માષ્ટમીનો લોકમેળો યોજી શકાય તેવુ સુચન કરેલ.

સુત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી વિજ્યભાઇ અને મેયર બીનાબેન આચાર્ય વચ્ચે બીજા રીંગરોડ વિસ્તારમાં લોકમેળો લઇ જવા બાબતે ઘનીષ્ઠ ચર્ચા વિચારણાઓ થયેલ હતી.

જેમાં હાલમાં રેસકોર્ષ ફનવર્લ્ડ બાજુમાં યોજાતા લોકમેળાના કારણે શહેરમાં અસહ્ય ટ્રાફીક જામ, ત્થા મેળાની આસપાસ ગંદકી અને રેસકોર્ષ બગીચાને નુકશાન વાહન પાર્કિંગ સહીતની સમસ્યાઓ સર્જાઇ રહી હોવાથી આ સમસ્યાના ઉકેલ રૂપે લોકમેળો ન્યુ રેસકોર્ષ-અટલ સરોવર (ઘંટેશ્વર બીજા રીંગ રોડ) ખાતે લઇ જવા બાબતે ગંભીરતા પૂર્વક ચર્ચા - વિચારણા થયેલ.

આમ જો આગામી જન્માષ્ટમીનો મેળો ન્યુ.રેસકોર્ષમાં યોજવાનો નિર્ણય લેવાશો તો આ સ્થળે મેળાનું મેદાન બનાવી તેમાં પાણી-શૌચાલય-વિજ કનેકશનો સહીતની સુવિધાઓ ઉતમ કરાશે અને મેળા દરમિયાન ન્યુ.રેકસોર્ષ અટલ સરોવર સુધી સીટી બસો દોડાવવા સહિતની સુવિધા મ્યુ. કોર્પોરશેન દ્વારા આપવાનૂં પણ વિચારાઇ રહ્યું છે.

(4:16 pm IST)