Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

ચામુંડા સોસાયટીમાં કોળી યુવાન અજયનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૮: કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ સામે ચામુંડા સોસાયટીમાં રહેતો અજય મનસુખભાઇ પરસોંડા (ઉ.૩૨) નામનો કોળી યુવાન ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃતક બે બહેનનો એક જ ભાઇ હતો અને અપરિણીત હતો. તે છુટક કામકાજ કરતો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા એન. ઝાલા અને અક્ષય ડાંગરે જાણ કરતાં બી-ડિવીઝનના આર.બી. રાજપૂતે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:28 pm IST)