Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

ભારતીનગરના રિક્ષાચાલક વિનુભાઇ રામાણીએ લીંબડી જઇ ઝેર પીધું: ગંભીર

તેમના મોબાઇલમાંથી કોઇએ પરિચીતને ફોન કરતાં સારવારમાં ખસેડાયાઃ પટેલ આધેડ છુટાછેડા બાદ એકલવાયુ જીવન જીવે છેઃ ગઇકાલે રિક્ષા લઇ નીકળ્યા'તા

રાજકોટ તા. ૨૮: કોઠારીયા રોડ નંદા હોલ પાછળ ભારતીનગર મેઇન રોડ પર રહેતાં વિનુભાઇ નાથાભાઇ રામાણી (ઉ.૪૫) નામના રિક્ષાચાલક આધેડે લીંબડીની દર્શન હોટેલ પાસે પોતાની રિક્ષામાં જ ઝેર પી લેતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

વિનુભાઇ ગઇકાલે સવારે રિક્ષા લઇને નીકળ્યા હતાં. એ પછી સાંજે સાડા સાતેક વાગ્યે તેમના મોબાઇલમાંથી પડોશીને ફોન આવ્યો હતો કે જેનો આ ફોન છે એ ભાઇએ લીંબડી દર્શન હોટેલ પાસે રિક્ષામાં ઝેર પી લીધું છે. એ વખતે પડોશી બસમાં મુસાફરી કરતાં હોઇ લીંબડી ઉતરી ગયા હતાં અને ઘટના સ્થળે પહોંચી વિનુભાઇને સાયલા, સુરેન્દ્રનગર સારવાર અપાવી હતી. ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટમલાં ખસેડ્યા હતાં.

ભાઇ મનસુખભાઇ નાથાભાઇને જાણ થતાં તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતાં. વિનુભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા છે. ઘણા વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા બાદ એકલવાયુ જીવન જીવે છે અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તે ભાનમાં ન હોઇ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે વિગતો બહાર આવી નથી. હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:27 pm IST)