Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

નાના મવા સર્કલ પાસે કવાર્ટરમાં સિમાબેનને સલમાબેને માર મર્યો

રાજકોટ તા. ૨૮: નાના મવા સર્કલ પાસે આર.એમ.સી. કવાર્ટર બી-૧૦માં રહેતાં સીમાબેન સલિમભાઇ મુલતાણી (ઉ.૩૮)ને ઉપરના માળે રહેતાં સલમાબેન નામના મહિલાએ ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. સીમાબેનના પતિ ગાદલા ઓશીકા ભરવાનું કામ કરે છે. તેના મામીના કહેવા મુજબ ઉપરના માળે રહેતાં સલમાબેન કારણવગર અવાર-નવાર માથાકુટ કરે છે. અગાઉ પણ બે વખત આ રીતે હુમલો કર્યો હતો.

ગાયકવાડીમાં કિંજલે હાથમાં બ્લેડથી છરકા કર્યા

ગાયકવાડીમાં રહેતી કિંજલ ગોપાલભાઇ સોલંકી (લુહાર) (ઉ.૧૯) નામની પરિણીતાને રાત્રે પતિ-સાસુ સાથે ઘર બાબતે નજીવી ચડભડ થતાં પોતાના હાથ પર બ્લેડથી છરકા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. રાત્રે જ તેણીએ હોસ્પિટલમાંથી રજા લીધી હતી.

ઠક્કરબાપા વાસમાં સંજય ફિનાઇલ પી ગયો

જામનગર રોડ પર મોરબી હાઉસ પાસે રહેતો સંજય જેરામભાઇ પરમાર (ઉ.૩૧) ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગરને જાણ કરાઇ હતી.

(1:25 pm IST)