Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

પિતૃદેવતા ભ્યો નમ

રાજકોટ : આજે શ્રાવણ  તેરસ. પીપળે પાણી રેડીને પતૃદેવોને તૃપ્ત કરવાના દિવસોનો આજથી પ્રારંભ થાય છે. ખાસ કરીને શરૂઆતના બે દિવસ મહિલાઓ પાણી રેડીને પિતૃઓને રાજી કરે છે. જયારે પછીના ત્રીજા દિવસે એટલે કે અમાસના દિવસે પુરૂષ વર્ગ પાણી રેડવાનું પવિત્ર કાર્ય કરે છે. આ દિવસોમાં તુલસીજી, ધ્રોખડ, વડલો, પિપળો સહીતના વૃક્ષોને પાણી રેડવાથી પિતૃદેવોને તૃપ્તી મળતી હોવાના શાસ્ત્રોકત કથન છે. ત્યારે આજે શ્રાવણ વદ તેરસથી પિતૃ તૃપ્તી અર્થે પાણી રેડવાનું કાર્ય બહેનોએ આરંભ્યુ છે. તસ્વીરમાં રાજકોટના સુપ્રસિધ્ધ વિશ્વેશ્વર મહાદેવ મંદિરે પિતૃ તર્પણ થતુ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(11:55 am IST)