Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

શ્રી સંત જ્ઞાનેશ્વર સ્કૂલ્સમાં 'નંદમહોત્સવ'ની ઉજવણી

રાજકોટઃ અહિંના પેડક રોડ ઉપર આવેલ શ્રી સંત જ્ઞાનેશ્વર સ્કૂલ્સમાં શ્રી સંત જ્ઞાનેશ્વર વિદ્યાલય, શ્રી યોગેશ્વર વિદ્યામંદિર, રવિ વિદ્યાલય અને શ્રી એમ.એમ.પટેલ હાઇસ્કૂલના સંયુકત ઉપક્રમે 'નંદ મહત્વ'ની ઉજવણી કરવામાં આવી. જેમાં ધો. કે.જી. થી ૧ર ના વિદ્યાર્થીઓ હોશે-હોશે જોડાયા હતા. નાના નાના ભૂલકાઓ કાનુડા અને ગોપીની વેશ ભુષામાં એવા તો શોભતા હતા કે જાણે ગોકુળિયુ ગામ ન હોય ? બધા વિદ્યાર્થીઓ અને સ્ટાફ સર્વેએ સાથે મળીને કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવના ગીતો સાથે રાસ રમ્યા હતા.સ્કૂલના કેમ્પસમાં મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ સ્કૂલના સંચાલક રવિભાઇ શેખના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

 

(9:53 am IST)