Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

અધ્યાપકોની ચેમ્બરમાં CCTV મુકાશે તો વિશ્વસનીયતા ઘટશે... મોરલ ડાઉન થશે : સુટા દ્વારા કુલપતિને રજૂઆત

તમામ અધ્યાપકોની ચેમ્બરમાં CCTV મુકવાના નિર્ણય સામે સુટા દ્વારા આવેદનપત્ર

રાજકોટ : કુલપતિ પેથાણીને રજૂઆત કરતા સુટાના અધ્યક્ષ પ્રો. કલાધર આર્ય અને મહામંત્રી પ્રો. યોગેશ જોગસણ નજરે પડે છે.

રાજકોટ તા. ૨૪ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં પ્રત્યેક ચેમ્બરમાં CCTV કેમેરા મુકી તેનાં ACCESS સંબંધિત ભવનના અધ્યક્ષને આપવા માટેની પ્રક્રિય શરૂ કરવામાં આવેલ છે. જે અત્યંત નિંદનીય, અધ્યાયકીય ગરીમાનું હનન કરનાર અને લોકશાહીનાં મૃત્યુઘંટ સમાન છે, યુનિવસિટીના આ નિર્ણયનો સુટા દ્વારા સખત વિરોધ કરવામાં આવેલ છે, જેનાં તાકિંક કારણો નીચે મુજબ છે.

અધ્યાપકની ચેમ્બરમાં CCTV મુકવાથી અધ્યાપકની પ્રાઇવેસીનો બંધારણીય અધીકાર જળવાશે નહીં એટલું જ નહી પરંતુ અધ્યાપક અસહજતા અને સતત સ્ટ્રેસનો અનુભવ કરશે, પરિણામે કદાચ ડીપ-ડીપ્રેશનનો ભોગ બનશે વળી બહેનો પણ આવા સતત મોનીટરીંગમાં વિશેષ અસહજતા અનુભવશે. અધ્યાપકોની ચેમ્બરમાં CCTV કેમેરા મુકવાનો સીધો અર્થ એવો થશે કે યુનિવર્સિટીને તેમનાં કોઇ જ અધ્યાપકમાં વિશ્વાસ નથી અને તેનાં કારણે અધ્યાપકોનું મોરલ ડાઉન થશે જે યુનિવર્સિટીની સામુહિક કાર્યક્ષમતાને અસર કરશે.

અધ્યાપકોની ચેમ્બરમાં CCTV કેમેરા મુકવાથી IT Act, IPR Actનો ભંગ થાય છે. તેની ખાસ નોંધ લેવી ઘટે. CCTV કેમેરા મુકવામાં શૈક્ષણીક અને બિનશૈક્ષણીક કર્મચારીઓ વચ્ચે ભેદ કરવામાં આવેલ છે. આમ યુનેવસિંટીના કર્મચારી -કર્મચારીઓ વચ્ચે ભેદ કરી વૈમનસ્ય વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અધ્યાપકની ચેમ્બરમાં મુકવામાં આવનાર કેમેરાનું નિરીક્ષણ ભવનના અધ્યક્ષશ્રીને આપી ભવનમાં અધ્યાપકો વચ્ચે જ અવિશ્વાસ, ગેરસમજ વધે અને મતભેદ - મનભેદ વધારવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અધ્યાપકોની ચેમ્બરમાં CCTV કેમેરા ફીટ કરવાથી અધ્યાપક - વિધ્યાથી વચ્ચે અવિશ્વાસનુ વાતાવરણ નિર્માણ થશે જે શૈક્ષણિક વાતાવરણ નિર્માણ કરવાની ભાવનાને હાની પહોચાડવા સમાન ગણાશે.

અધ્યાપકોની ચેમ્બરમાં CCTV કેમેરા એ અધ્યાપકનાં માન - સન્માન - વિશ્વસનીયતા અને ગરીમાનુ હનન છે અને લોકશાહિનાં મૃત્યુઘંટ સમાન છે. અધ્યાપકોની ચેમ્બરમાં ફીટ કરવામાં આવેલા કેમેરાનો દુરઉપયોગ થશે તો તેની જવાબદારી કોની ? તે પણ ગંભીર અને વિચારણીય મુદ્દો છે.

ઉપરોકત બાબતો સિવાયના પ્રશ્નો પણ ઘણા સમયથી પડતર છે તેનાં માટે પણ આપના દ્વારા તાત્કાલીક સુચનો આપી ઘટતું કરવા માંગ સુટા દ્વારા કરવામાં આવી છે. ઘણાં સમયથી અધ્યાપકોમાં CAS આપવામાં આવેલા નથી તે અંગે ત્વરીત નિર્ણય ઉપરાંત તેનો વાસ્તવિક અમલ કરવામાં આવે. યુનિવર્સિટીના ઘણાં અધ્યાપકો અન્ય સંસ્થાઓમાં નોકરી કરી આ યુનિવર્સિટી માં જોડાયા છે. તેઓની નોકરી સળંગ ગણવાની બાબત ઘણા સમયથી પેન્ડીંગ છે. તે અંગે સરકારના સ્પષ્ટ નિયમો હોવા છતાં નિરાકરણ થયેલ નથી તો તે અંગે ત્વરીત નિર્ણય લઇ યોગ્ય નિરાકરણ કરવામાં આવે.અત્યંત ખેદ સાથે જણાવવાનું કે છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં કાર્યરત અધ્યાપકો, અધિકારીઓ, પદાધિકારીઓ અને સત્તામંડળ વચ્ચેનું અંતર વધતું જાય છે એટલું જ નહી પરંતુ પરિસરમાં કાર્યરત પ્રત્યેક અધ્યાપકને શંકાના દાયરામાં મુકવામાં આવેલ હોય તેવું અનુભવાય છે. બૃહદ શૈક્ષણિક પરિવારમાં અવિશ્વાસ ઉપરાંત સરમુખત્યારશાહી જેવા તુઘલખી નિર્ણયોના કારણે સંગઠન અને સત્તામંડળ વચ્ચે સીધો જ સંઘર્ષ ઉદભવશે જે શિક્ષણજગત માટે હાનિકારક પુરવાર થશે. જેની ગંભીર નોંધ લેવા અને અમારી રજુઆત સંદર્ભ ત્વરિત નિર્ણય લઇ અમોને મુદ્દાસર લેખિત પ્રત્યુત્તર પાઠવવા માંગ કરી છે.

(3:10 pm IST)