Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

શ્રાવણના પ્રથમ સોમવારે બરફનું શિવલીંગ બનાવી ઘરે જ પૂજનઃ તમે પણ બનાવો

રાજકોટ તા. ર૮: વર્તમાન કોરોનાં સંક્રમણની સ્થિતિમાં મંદિરો તિર્થ સ્થળોએ જઇને પૂજન કરવું મુશ્કેલ છે. ત્યારે ઘરેજ બરફનું શિવલીંગ તૈયાર કરી અને તેનું પૂજન કરી શકાય અને પૂજન બાદ શીવલીંગ ઓગળી જાય ત્યારે તેનું પવિત્ર પાણી તુલશી કયારામાં પધરાવી શકાય. અહીંના જેનિકાબા ચિન્મય ચૌહાણે ગઇકાલે શ્રાવણના પ્રથમ સોમવારે જાતેજ પ્યાલી અને નાની ડીશથી મદદથી અત્યંત સરળતાથી ઘરેજ બરફનું શિવલીંગ બનાવી પૂજનવિધી કરી હતી. શિવલીંગ બનાવવા માટે નાની પ્યાલી અને ડીશમાં પાણી ભરી ફ્રીજરમાં રાત્રે મૂકી દેવું અને સવારે આ જામેલી પ્યાલી અને ડીશને બહાર કાઢી અને પ્યાલીને ડીશ ઉપર ઉંધી મૂકી રૂમ ટેમ્પરેચર સાથે મેચ થયા બાદ પ્યાલી ઉપાડી લેવી એટલે શિવલીંગ તૈયાર થઇ જશે. જેની પૂજા તમે ઘરેજ કરી શકશો.

(3:04 pm IST)