Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

ગેલેકસી-કુબેર-કાવેરી હોટલોને ટેક્ષ બાકી અંગે નોટીસ ફટકારતા સીટી પ્રાંતઃ ૭ દિ'નો અપાતો સમય

રાજકોટ તા. ર૭ :.. રાજકોટની ૧૦૦ થી વધુ થ્રી-સ્ટાર-ફોર સ્ટાર હોટલોને ઓન લાઇન સુખ સુવિધા કર ભરવાનો હોય છે, સીટી પ્રાંત-૧ શ્રી એ. ટી. પટેલની સુચના બાદ નાયબ મામલતદાર શ્રી રૂપાપરા દ્વારા ઝૂંબેશ જુન ર૦૧૮ સુધીના કુલ ૧૩ જેટલી હોટલોએ દોઢ લાખ જેવી બાકી ભરી દીધી હતી.પરંતુ ત્રણ માતબર હોટલ ગેલેકસી હોટલ, હોટલ કુબેર અને હોટલ કાવેરીએ અનુક્રમે ર લાખ ર હજાર, ૪પ હજાર, અને ૪૦ હજાર જેવો સુખ સુવિધા કર નહીં ભરતા સીટી પ્રાંત-૧ શ્રી પટેલે આ ત્રણેય હોટલને નોટીસો ફટકારી ૭ દિ' માં ટેક્ષ ભરી દેવા સુચના આપી છે, અને જો નાણા નહી ભરે તો મીલકત જપ્તીની કાર્યવાહી કરાશે તેવી ચેતવણી પણ આપી છે.

(4:22 pm IST)