Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

આજી નદીમાં રેલવે પુલના સમારકામના કાટમાળનો ઢગલો : ખોડિયારપરામાં પૂરનો ભય : રહેવાસીઓમાં ફફડાટ

રાજકોટ : શહેરની આજી નદી વચ્ચેથી પસાર થતાં રેલવેબ્રીજનું સમારકામ થઇ રહ્યું છે ત્યારે તેના કાટમાળનો પહાડ જેવડો ઢગલો નદી વચ્ચે ખકડકાઇ ગયો છે અને હવે ચોમાસામાં નદી બેકાંઠે થાય ત્યારે આ કાટમાળ નદીને અવરોધે તેવી પૂરી ભીતી છે અને નદીના પુરના પાણીકાંઠે આવેલ ખોડિયારપરામાં ઘુસી જાય તેવો ભય સતત રહેવાસીઓ પર ઝળુંબી રહ્યો છે ત્યારે નદી વચ્ચેથી આ કાટમાળના ઢગલા નહી ઉપડાવાય તો નદીના પૂરથી ખોડિયારપરામાં મોટી તારાજી સર્જાવાની ભીતી છે. આ બાબતે તંત્રવાહકો તાકીદે વ્યવસ્થા કરે તેવી માંગ વિનુભાઇ મકવાણા સહિતના લતાવાસીઓએ ઉઠાવી છે. તસ્વીરમાં પુલની નીચે નદીમાં ખડકાયેલા કાટમાળના ઢગલા તથા કાંઠે આવેલા ખોડિયારપરાના મકાનો દર્શાય છે. પુર આવે તો આ મકાનો તણાઇ જવાની ભીતી છે.

(4:57 pm IST)