Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

સૌરાષ્ટ્રના સિંહણ તિર્થસ્વરૂપા વચન સિધ્ધિકા બા. બ્ર. પૂ. ઇન્દુબાઇ મહાસતીજીની ૭મી જૂલાઇએ વાર્ષિક પુણ્યતિથી

નવકારશી, સોનલ સદાવ્રત, રાશનકીટ સહિતના કાર્યક્રમોઃ નાલંદા તિર્થધામમાં તડામાર તૈયારીઓ

રાજકોટ :... ગો. સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ ભગવાનતુલ્ય બા. બ્ર. પૂ. શ્રી ઇન્દુભાઇ મહાસતીજીની તા. ૭ જુલાઇના  ૯ મી વાર્ષિક પુણ્યસ્મૃતિ દિને નિમિતે ભવ્યાતિભવ્ય માનવસેવા જીવદયા તેમજ ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા ઉજવવામાં આવશે. સવારે ૭ થી ૮ સ્વધર્મી બંધુઓ માટે નવકારશી ૮ થી ૯ સોનલ સદાવ્રતનો પ્રારંભ થશે. તેમાં સ્વધર્મી બંધુઓને જેમને નાલંદાના સોનલ સદાવ્રત તથા સોનલ સદાવ્રત એકસ્ટ્રાકાર્ડ હશે તેમને જીવન જરૂરીયાત રાશનકીટ તથા રોકડ પ્રભાવના આપવામાં આવશે તેમ જ તે દિવસે મુંગા અબોલ જીવોને પણ અનુકંપાદાન આપવામાં આવશે. ૧૧.૩૦ થી ૧ર.૩૦ સુધી દરેકને દર્શન-વંદન તથા પ્રભાવનાનું આયોજન છે. તો દરેકે માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને આવવાનું રહેશે. દરેક આયોજનના લાભાર્થી ગુરૂણીભકતો છે.

નાલંદા તીર્થધામ સત અને સત્યનો ઓટલો છે. પૂ. મોટા સ્વામી રોજ ૧પ૧ માળા કરતા હતા અને રોજની ૧૧ ગાથાનો સ્વાધ્યાય કરતા હતાં. અને રાત્રે ૩ વાગ્યે ઉઠીને પણ સ્વાધ્યાયની જ લગતી હતી અને તેમની અનુમોદના માટે બધાને એક નવકારવાળી મૌન સહિત સહુએ પોતપોતાના ઘરે કરવી.

ખાસ વિશેષતા એ છે કે ૭ જુલાઇ ર૦૧ર ના પૂ. મહાસતીજીએ જયારે આ ધરતી પરથી ૧ર.૩૯ ના સમયે વિદાય લીધી હતી.

તેની સાક્ષીરૂપે સમગ્ર સમાજ તથા તમામ સંઘો હાજર હતા બરાબર ૧ર.૩૯ ના સમયે તમામ ગુરૂણીભકતો 'ઇન્દુબાઇ સ્વામી શરણં મમ', ના જાપ પોતાના ઘરે ભાવવંદના સાથે કરશે.

ગુરૂણીની વાણી અને પ્રભાવ જોરદાર હતો જે વર્ણન કરતા શબ્દો ટૂંકા પડે. ૭ મી  જુલાઇના ૧ર.૩૯ ની છેલી ઘડી થી માંડીને બધા દ્રશ્યો આંખની સામે રીલની જેમ દોડે છે. એ જ કરૂણાઝરતી ખુલ્લી બે આંખો, એ જ હાસ્ય વેરતો પ્રસન્ન ચહેરો, એ જ તેજોમય મુખમુદા એ જ શુધ્ધ સંયમની લાલિમા નવકાર મંત્રના પરમ આંશક, ઉપાસક અને ચાહક હતાં. ૮૧ વર્ષની ઉંમરે પણ પોતે આગમ અધ્યયન કંઠસ્થ કરતા અને કહેતાં કે  ભવાંતરમાં મારે આ બધુ સાથે લઇ જવું છે. સમગ્ર જૈન સમાજના મુખે એક જ વાત રમી રહી છે કે આ ગુરૂણી જે સત્યના જ ચાહક હતાં ઉપાસક હતાં તે હવે ગુરૂણી કયાંય જ જોવા નહિ મળે છેલ્લે સમાધિ ભાવ સાથે પ્રસન્નતાપૂર્વક 'અરિહત' જપતાં છેલ્લો શ્વાસ પુર્ણ થયો અને સંથારો સીજી ગયો અને ખુલ્લી આંખે સ્વામીજીની ચિરવિદાય  જ કદિ પણ ભૂલાય તેમ નથી આવા સાધ્વીરત્નાની અનુમોદના માટે સહુ પોત પોતાના ઘરે એક નવકારવાળી તથા 'ઇન્દુબાઇ સ્વામી શરણં મમ',  ના જાપ કરશે. આ બધા આયોજન સરકારની ગાઇડ લાઇન પ્રમાણે કરવામાં આવશે.

ડ્રેસકોડ સફેદ ફરજીયાત છે. તેમ યાદીના અંતમાં  જણાવાયું છે.

(4:49 pm IST)