Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

૨૦ દિવસ પહેલા બાઇક સ્લીપ થતાં ઘાયલ થયેલા મુળીના દિગસરના ગંગારામભાઇ માલકીયાનું મોત

રાજકોટ તા. ૨૮: મુળીના દિગસર ગામના કોળી વૃધ્ધને પંદર દિવસ પહેલા અકસ્માતમાં ઇજા થતાં રાજકોટ સારવાર હેઠળ હતાં. અહિ આજે સવારે દમ તોડી દીધો હતો.

દિગસર રહેતાં ગંગારામભાઇ ભાવાભાઇ માલકીયા (ઉ.વ.૬૦) વીસ દિવસ પહેલા બાજુના દાણાવાડા ગામે કામ માટે બાઇક લઇને ગયા હતાં. ત્યાંથી પાછા પોતાના ગામ તરફ આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થતાં સુરેન્દ્રનગર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન આજે મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર છ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જરૂરી કાર્યવાહી કરી મુળી પોલીસને જાણ કરી હતી.

(3:53 pm IST)