Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ઓમ તીરૂમાલા સોસાયટીમાં અરવિંદ ઉર્ફે સીતારામના મકાનમાં દરોડો : જુગાર રમતા ૫ ઝડપાયા

આજીડેમ પોલીસનો દરોડો : ૪૩ હજારની રોકડ કબ્જે

રાજકોટ,તા. ૨૮: માંડાડુંગર પાસે ઓમ તીરૂમાલા સોસાયટીમાં મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને આજીડેમ પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ માંડાડુંગર પાસે ઓમ તીરૂમાલા સોસાયટીમાં રહેતો અરવિંદ ઉર્ફે સીતારામ શંભુભાઇ લખતરીયા પોતાના મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની આજીડેમ પોલીસ મથકના કોન્સ. કુલદિપસિંહ જાડેજા અને ઉમેદભાઇ ગઢવીને બાતમી મળતા ઓમ તીરૂમાલા સોસાયટીમાં હિંગળાજમાન વાળી શેરીમાં આવેલ મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાનમાલીક અરવિંદ ઉર્ફે સીતારામ લખતરીયા તથા ગાયત્રીનગર ૨/૧૧ના અરવિંદ માવજીભાઇ સીધ્ધપુરા આજીડેમ ચોકડી માંડાડુંગર પાસે માધવવાટીકા સોસાયટી શેરી નં. ૩ના વિજયસિંહ અમરસિંહ ડાભી, મહીકા મેઇન રોડ રાધીકા સોસાયટી શેરી નં. ૨ના ધવલ બળવંતભાઇ હળવદીયા અને કોઠારિયા રીંગ રોડ સનાતન પાર્ક -૪ના ભારત ગોબરભાઇ પોકીયાને પકડી લઇ રૂ. ૪૩,૨૪૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(3:48 pm IST)