Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી :ભીસ્તીવાડના હવાબેન મોટાણી નામના વૃદ્ધાને એટેક આવ્યા બાદ મોત : 30 મિનિટ રઝળાવ્યાં : લાશ સ્વીકારવા પરિવારજનોનો ઇન્કાર

ડાયાલિસિસ વોર્ડમાં દર્દીને સંભાળી લેવામાં આવ્યા બાદ દર્દીને 30 મિનિટ રજળાવ્યા: ડૉક્ટરોમાં દોડધામ

રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે શહેરના ભીસ્તીવાડમાં રહેતા હવાબેન મોટાણી નામના વૃદ્ધાને  એટેક આવતા ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા બાદ દર્દીની વધુ સારવાર માટે આઇસીયુ વોર્ડમાં દાખલ કરવાના હતા તેમના બદલે ડાયાલિસિસ વોર્ડમાં દર્દીને સંભાળી લેવામાં આવ્યા બાદ દર્દીને 30 મિનિટ રજળાવ્યા હતા  દર્દીની તબિયત લથડતા દર્દીનું મોત થઈ જવા પામ્યું છે 

        વૃદ્ધાના મોત થી  ડાયાલીસીસ વિભાગના ડૉક્ટરોમાં દોડધામ મચી જવા પામી છે  હોસ્પિટલના સ્ટાફે પોતાની બેદરકારીનો સ્વીકાર કર્યો હોવાનું પણ કહેવાય છે  ત્યારે દર્દીના સંબંધીએ બેદરકારી બદલ ફરિયાદ દાખલ કરવા માટે માંગ કરી છે  જ્યાં સુધી કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી લાસ સ્વીકારવાનો પરિવારજનોનો ઇન્કાર કર્યો છે

(10:55 pm IST)