Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

પીએફ પેન્શન પર શ્રમિકોની દુવિધા, પેન્શન વધુ મળશે પણ પીએફ ઘટી જશે : હસુભાઇ દવે

રાજકોટ તા. ૨૮ : ભવિષ્ય નીધિ નવી દિલ્હીથી કર્મચારીઓને મળતા પેંશન પર શ્રમિકોમાં હજુ પણ દુવિધા જોવા મળતી હોવાનું ભારતીય મઝદુર સંઘના હસુભાઇ દવેની યાદીમાં જણાવાયુ છે.

તેઓએ જણાવ્યુ છે કે સર્વોચ્ચ અદાલતે ભવિષ્ય નીધિ સંગઠન દ્વારા રજુ કરેલ વિશેષ અનુદેશ યાચિકાને રદ કરી દીધેલ છે. પરંતુ ભવિષ્યનીધિ સંગઠને પેન્શન પર પોતાની નીતિ સ્પષ્ટ કરી નથી. તેમજ ઉચ્ચ ન્યાયાલયમાં ફરીથી સમીક્ષા માટેની અરજી કરી છે. સુપ્રિમ કોર્ટના નિર્ણય પછી ઇપીએસ મારફતે વધારે પેન્શન મેળવવા માટે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓએ પોતાના પ્રોવિડન્ટ ફંડના મોટા હિસ્સાનો ત્યાગ કરવો પડશે. આનાથી તેઓનું પેન્શન વધશે પરંતુ પી.એફ.ની રકમ ઘટી જશે. જો કે તેમછતા આ ફાયદાનો સોદો માનવામાં આવી રહ્યો છે.

કોઇપણ બચત યોજનામાં રોકાણ કરી વાર્ષિક આવક ૧૧-૧૨ ટકા નહીં મેળવી શકાય. જે ઇ.પી.એસ. માં પેન્શન સ્વરૂપે કર્મચારીને મળવા પાત્ર થાય છે. આમ એકંદરે ફાયદામાં ગણી શકાય તેમ હસુભાઇ દવે (મો.૯૪૨૬૨ ૫૪૦૫૩) ની યાદીમાં જણાવાયુ છે.

(3:58 pm IST)