Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

નાનામવા મોકાજી સર્કલ પાસે ટ્રેકટરે હડફેટે લેતા મંજુબેન કોળીનું મોતઃ ચાલકની ધરપકડ

ટ્રેકર ચાલક શૈલેષ કોળીની ધરપકડઃ વિધવા મહિલા ચાલીને જતા'તાને ટ્રેકટરના ચાલકે ઠોકરે ચડાવ્યાઃ ચાર સંતાનોએ પિતા બાદ માતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ તા. ર૮ : નાનામવા રોડ પર મોકાની સર્કલ પાસે ટ્રેકટરના ચાલકે વિધવા મહિલાને હડફેટે લેતા તેનું  ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

મળતી વિગત મુજબ નાનામવા રોડ ચામુંડાનગર શેરી નં. ૧માં રહેતા મંજુબેન વિરજીભાઇ વાઘેલા (ઉ.૩પ) ગઇકાલે પોતાના ઘરેથી નીકળી નાનામવા રોડ જયભીમ -નગરથી મોકાજી સર્કલ તરફ ચાલીને જતા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. મૃતક મંજુબેનને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે જેમાં બે પુત્રી સાસરે છે. તે એક પુત્ર અને પુત્રી સાથે રહેતા હતા. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.આર.વળવીએ સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી તપાસ દરમ્યાન સીટી ટીવી કુટેજ તપાસતા તેમાં ટ્રેકટરના ચાલકે મહિલાને ઠોકરે ચડાવ્યાનું જણાતા પોલીસે ટ્રેકટર ચાલક શૈલેષ વિરજીભાઇ કટુડીયા (કોળી) (ઉ.ર૦) (રહે. નાનામવા ગામ વાછરાદાદાના મંદિર પાસે હરપાલસિંહ જાડેજાની વાડીમાં મુળ સુરેન્દ્રનગરના શેખપરની ધરપકડ કરી હતી.

(3:57 pm IST)