Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

સ્ટેનોગ્રાફી - કોમ્પ્યુટરની જીસીસી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર : ઓગસ્ટમાં ગાંધીનગરમાં લેવાશે

૧૧ અને ૧૨ ઓગસ્ટના એક જ કેન્દ્ર ઉપરથી લેવાશે

 રાજકોટ, તા.૨૮: રાજય પરીક્ષા બોર્ડ, ગાધીનગર દ્વારા લેવામાં આવતી ગર્વમેન્ટ કોર્મશિયલ સર્ટિફિકેટ (જી.સી.સી.) પરીક્ષાના કાર્યક્રમ  જાહેર કરવામાં આવેલ છે.  અંગ્રેજી , ગુજરાતી, હિન્દી, સ્ટેનોગ્રાફિ (શોર્ટહેન્ડ)ની અલગ-અલગ ઝડપથી પરીક્ષામાં તા.૧૧ શનિવાર તથા ૧૨ રવિવારના રોજ સમગ્ર ગુજરાતમાં ફકત  એક જ કેન્દ્રો ઉપર લેવામાં આવશે. વિદ્યાર્થીઓ કોઇપણ સરકાર માન્ય સંસ્થા દ્વારા અથવા તો ઓનલાઇન ફોર્મ તા.૫ જુલાઇ થી ૧૭ જુલાઇ સુધી ભરી શકશે. પરીક્ષાફી નું  ચલણ પોસ્ટ ઓફિસ દ્વારા અથવા તો નેટ બેંન્કીગથી ભરી શકાશે.

 વિદ્યાર્થીઓને પોતાની હોલ ટીકીટ સંસ્થા દ્વારા ઓનલાઇન તા.૬ ઓગસ્ટથી મળી જશે. પરીક્ષા સમિતિના સદસ્ય મહેશભાઇ મહેતા (મો.૯૮૨૪૨ ૪૪૫૫૦) મહેતા ઇન્સ્ટીટયુટ, લાખાજીરાજ રોડ રાજકોટ ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી કચેરીઓ, બેંક, કોર્ટ જાહેર સેવા આયોગ, ઇ-કમટેકસ, રેલ્વે વિ. જગ્યાએ સર્વિસ માટે જીસીસી સર્ટિફિકેટને માન્ય ગણી ઉમેદવારોને અગ્રતાક્રમ અપાતો હોય છે.

(4:00 pm IST)