Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ નિર્ધારીત કરવા બૈજુ કાલે અમદાવાદ આવશે તો પ્રદેશ પ્રમુખ રાજકોટ નહી આવી શકે

પ્રદેશ પ્રમુખ રાજકોટ આવવા અંગે હજુ છે દ્વિધા ! : જો દિલ્હીની ટીમ બપોર પછી આવે તો અમિત ચાવડા આવશે

રાજકોટ, તા. ૨૮ :. રાજકોટ જીલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ને ત્રિકોણબાગ ખાતે ધરણા યોજાનાર છે તેમા પ્રભારી રાજીવ સાતવ વિપક્ષી નેતા પરેશ ધાનાણી રાજકોટ આવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ રાજકોટ આવી શકે છે પરંતુ રાહુલ ગાંધીનો જુલાઈ માસમાં ગુજરાત કાર્યક્રમ નક્કી કરવા તેમના અંગત વર્તુળના શ્રી બૈજુ આવતીકાલે અમદાવાદ આવે તેવી સંભાવના છે.

પ્રદેશ કાર્યાલય લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ શ્રી બૈજુ સવારે અમદાવાદ આવશે તો પ્રદેશ પ્રમુખનો રાજકોટનો કાર્યક્રમ મુલત્વી રહેશે પરંતુ જો રાહુલ ગાંધીની ટીમ બપોર બાદ અમદાવાદ આવશે તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સવારે રાજકોટ આવી શકશે.

જો અમિત ચાવડા રાજકોટ આવશે તો શહેર કોંગ્રેસના બન્ને જુથ પોતપોતાની વાત તેમના સમક્ષ કરી શકે છે. અન્યથા રાજગુરૂ-સાગઠીયા સામેનુ જુથ અમદાવાદ રજુઆત માટેનો સમય માંગી ત્યાં રજૂઆત માટે જશે.

(4:13 pm IST)